ભારતમાં કોરોના મહારાથી સમગ્ર દેશમાં અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે ગુરુવારે નવા કેન્દ્રિય કર્મચારીઓ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ભારતના નાણાંપ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા કરાયેલા આદેશ મુજબ હાલમાં દેશમાં કોરોના વાયરસના સંકટને કારણે દેશમાં 1 જાન્યુઆરી પછી જે કેન્દ્રિય કર્મચારીઓએ નોકરી મેળવી હોય તે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલ પુરતુ અટકાવી દેવામાં આવ્યું છે.
તે ઉપરાંત 1 જુલાઈથી તેઓને જે વધારાનું ભત્થું આપવામાં આવનાર હતું તે પણ અટકાવી દેવામાં આવ્યું છે. હવે આ ભથ્થું ક્યારે આપવામાં આવશે તેનો નિર્ણય 1 જુલાઈ 2021માં લેવામાં આવશે. બીજી બાજુ દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું હોવાથી સોનિયા ગાંધીએ પણ એવી માંગ કરી છે કે સરકાર દેશનાં ખેડૂતો અને મજુરોને તેમના એકાઉન્ટમાં 7500 રૂપિયા જમા કરાવે.