ભારતમાં આગામી 9-10 સપ્ટેમ્બરે યોજાનારી જી-20 સમીટમાં વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો થશે. આ સમીટમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, યુકેનના વડાપ્રધાન ઋષિ સુનક, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝ, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ, ફ્રાંસના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન, – જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સહિતના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. જોકે રશિયાના પ્રેસિડન્ટ પુતિન આ સમીટમાં હાજરી આપશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુએસ પ્રમુખ જો બિડેન દિલ્હીની આઈટીસી મૌર્ય શેરેટોનમાં રહેશે. બાઇડનના પ્રતિનિમંડળ માટે હોટેલના 400 રૂમ બુક કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. તાજ પેલેસમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની રહેશે. કુલ મળીને દિલ્હી-એનસીઆરમાં 31 હોટેલ્સ 9-10 સપ્ટેમ્બરના રોજ જી 20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને હોસ્ટ કરશે.
જી-20 શિખર સમિટના આયોજન માટે ભારતની રાજધાની નવી દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ભારતના ઈતિહાસમાં કદાચ પહેલી વખત દુનિયાના દિગ્ગજ નેતાઓનો સૌથી મોટો મેળાવડો આ સમિટ દરમિયાન જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક શાંગરી-લા હોટલમાં રોકાશે. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન ક્લેરિજ હોટલમાં રોકાશે. ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ ઈમ્પિરિયલ હોટેલમાં રોકાશે. યુએસ, યુકે અને ચીન સહિતના દેશોની એડવાન્સ લાયઝન ટીમ ભારતમાં આવી ચુકી છે.