આઈસીસીએ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2026-2027ની ફાઈનલ પણ ઈંગ્લેન્ડમાં યોજવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટની આ વિશ્વ સંસ્થાએ 2024 થી 2027 સુધીની આગામી ચાર વર્ષની આઈસીસી ઈવેન્ટ્સનો કાર્યક્રમ ગયા સપ્તાહે નિર્ધારિત કરી દીધો હતો, જે મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2027ની ફાઈનલ પણ ઈંગ્લેન્ડમાં જ રમાશે.
એ કાર્યક્રમ મુજબ 2025ના ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધા પાકિસ્તાનમાં રમાશે. આ વર્ષોમાં ભારતમાં બે આઈસીસી વર્લ્ડ કપ પણ રમાશે. તો 2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જુન મહિનામાં લંડનના લોર્ડ્ઝના મેદાનમાં રમાશે.અત્યારસુધીની બે ચેમ્પિયનશિપમાં ભારત બન્નેમાં ફાઈનલમાં પહોંચ્યું હતું અને બન્નેમાં તેનો પરાજય થયો હતો.