રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલીઝ થયાના 10માં દિવસમાં ભારતમાં રૂ.200 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. આ ફિલ્મ ભારત સહિત અન્ય દેશોમાં કુલ મળીને રૂ.360 કરોડનુ કલેક્શન કર્યું હોવાના અહેવાલ છે. આલિયાની પહેલી અને રણબીરની ત્રીજી ફિલ્મ રૂ.300 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. આ પહેલાં રણબીરની ‘સંજુ’ તથા ‘યે જવાની હૈ દિવાની’એ 300 કરોડથી વધુની કમાણી કરી હતી.
ફિલ્મે કુલ રૂ.213 કરોડની કમાણી કરી હોવાનો અંદાજ છે.2022માં અત્યાર સુધી માત્ર એક બોલિવૂડ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. કાશ્મીર ફાઇલ અને હવે બ્રહ્માસ્ત્રે આ સફળતા મેળવી છે.
9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ ભારતમાં 5019 તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. વર્લ્ડવાઇડ ફિલ્મ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.
ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, નાર્ગાજુન મહત્ત્વની ભૂમિકામાં છે.
ફિલ્મની કમાણી પર ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે મને નથી ખબર કે, બ્રહ્માસ્ત્ર ફિલ્મે ધ કાશ્મીર ફાઈલ્સને લાકડી, લોખંડના સળિયા, હોકી કે પછી એકે 47 વડે પછાડી છે કે પછી પેડ પીઆર થકી…વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીર ફાઈલ્સને બ્રહ્માસ્ત્ર ફિલ્મે પછાડી હોવાના અહેવાલોના સ્ક્રીન શોટ પણ શેર કર્યા છે. જોકે તેમણે કહ્યુ હતુ કે, બોલીવૂડ ફિલ્મોને એક બીજા સાથે સ્પર્ધા કરવા દો પણ અમને એકલા છોડી દો. હું આ રેસનો હિસ્સો નથી, તમારા બધાનો આભાર.