કાર્તિકી ગોન્સાલ્વિસ દ્વારા દિગ્દર્શિત તમિલ ડોક્યુમેન્ટ્રી ધ એલિફન્ટ વ્હીસ્પરર્સે 95મા એકેડેમી એવોર્ડ્સમાં ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો હતો.
એવોર્ડ સ્વીકારતા ગોન્સાલ્વેસે જણાવ્યું હતું કે, “હું આજે અહીં આપણા અને આપણા કુદરતી વિશ્વ વચ્ચેના પવિત્ર બંધન, આદિવાસી સમુદાયોના આદર અને અન્ય જીવો પ્રત્યે સહાનુભૂતિ અને સહઅસ્તિત્વની ભાવના અંગે બોલવા માગું છું.
દિગ્દર્શકે એકેડેમી, નિર્માતા ગુનીત મોંગા, તેમના પરિવારનો આભાર માન્યો હતો અને એવોર્ડ “માતૃભૂમિ ભારત”ને સમર્પિત કર્યો હતો. “સ્વદેશી લોકો અને પ્રાણીઓને હાઇલાઇટ કરતી અમારી ફિલ્મનુ બહુમાન કરવા બદલ એકેડેમીનો આભાર..
“ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ”39-મિનિટની શોર્ટ ડોક્યુમેન્ટરી છે. તે ત્યજી દેવાયેલા હાથીના બે બચ્ચા રઘુ અને અમુ થા તેમની સંભાળ રાખનારાઓ, બોમન અને બેલી વચ્ચેના અતૂટ બંધનને દર્શાવે છે. તે મોંગા અને અચિન જૈન દ્વારા નિર્મિત છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેમણે તમિલ ડોક્યુમેન્ટ્રીની જીતને “બે મહિલાઓ” સાથે ભારત માટે ગૌરવની ક્ષણ તરીકે વર્ણવી હતી.