The country's first copper tube plant will be set up in Sanand
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા કંપની મેટટ્યૂબ કોપર ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ કરાયા હતા. ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને સાંસદ નરહરિ અમીન પણ એમઓયુ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના સાણંદ ખાતે દેશના પ્રથમ કોપર ટ્યુબ પ્લાન્ટની સ્થાપના થશે. એરકન્ડિશનિંગ અને રેફ્રિજરેશન એપ્લિકેશનમાં વપરાતી અત્યાધુનિક કોપર ટ્યૂબ ઉત્પાદન માટે મેટટ્યૂબ કોપર ઇન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર થયા હતા. આ પ્લાન્ટથી દોઢ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા કંપની મેટટ્યૂબ કોપર ઇન્ડિયાવચ્ચે ગાંધીનગરમાં એમઓયુ કરાયા હતા. ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને સાંસદ નરહરિ અમીન પણ એમઓયુ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. સાણંદના ઔદ્યોગિક વિસ્તારમાં મેટટ્યૂબ ઇન્ડિયાએ અત્યાધુનિક કોપર ટ્યૂબ પ્લાન્ટમાં જાન્યુઆરી ર૦ર૪માં કાર્યરત કરવાની યોજના બનાવી છે.

આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતં કે ગુજરાતમાં આ સૂચિત પ્લાન્ટ શરૂ કરવા માટેની યોગ્ય જરૂરી મદદ રાજ્ય સરકાર કરશે. મેટટ્યૂબ કોપર ઇન્ડિયાના ચેરમેન અપૂર્વ બાગરીએ કહ્યું હતું કે હાલ મલેશિયામાં એક મોટો પ્લાન્ટ કાર્યરત છે. ઉચ્ચ કાર્યક્ષમ ઇકો ફ્રેન્ડલી કોપર ટ્યૂબના ઉત્પાદનનો ઉપયોગ મુખ્યત્વે વર્લ્ડ કલાસ એપ્લાયન્સ મેન્યુફેકચરિંગ કરતા ઉત્પાદકો કરે છે. નવો સૂચિત પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાતના સાણંદ પર પસંદગી ઉતારાઇ છે.

LEAVE A REPLY