REUTERS/Robert Galbraith/File Photo

હિટ આલ્બમ “એરોન્સ પાર્ટી (કમ ગેટ ઇટ) સાથે પ્રખ્યાત બનેલા અમેરિકન સિંગર એરોન કાર્ટરનું શનિવારે અવસાન થયું હતુ. તેઓ 34 વર્ષના હતા. એક એન્ટરટેઈનમેન્ટ આઉટલેટે અહેવાલ આપ્યો હતો કે બેકસ્ટ્રીટ બોય નિક કાર્ટરનો ભાઈ કેલિફોર્નિયાના લેન્કેસ્ટરમાં તેના નિવાસસ્થાનમાં ટબમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાર્ટરના ઘરેથી સવારે 10:58 વાગ્યે કોલ મળ્યો હતો અને એક અધિકારીઓને તપાસ દરમિયાન મૃતદેહ મળ્યો, પરંતુ હજુ સુધી તે વ્યક્તિની જાહેરમાં ઓળખ કરવામાં સક્ષમ નથી. કાર્ટરના મેનેજરે કોઇ ટીપ્પણી કરી ન હતી.

કાર્ટરે અનેકવાર મેન્ટલ હેલ્થ સાથેના પોતાના સંઘર્ષની વાત જાહેરમાં કહી હતી. 2019માં સેલિબ્રિટી વેલનેસ ટીવી શો ‘ધ ડૉક્ટર્સ’માં તેણે દવાની ભરેલી બેગ બતાવીને કહ્યું હતું કે આ દવા મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર, સિઝોફ્રેનિયા, એન્ગ્ઝાયટીની જાણ થયા બાદ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે. તે મેનિક ડિપ્રેસિવ છે.
7 ડિસેમ્બર, 1987માં ફ્લોરિડાના ટેમ્પા જન્મેલા આ કલાકારે સાત વર્ષની ઉંમરે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું હતું અને 1997માં નવ વર્ષની ઉંમરે તેનું પહેલું આલ્બમ બહાર પાડ્યું હતું.

“એરોનની પાર્ટી (કમ ગેટ ઇટ)” આલ્બમની 3 મિલિયન કોપી વેચાઈ હતી અને તેનાથી કાર્ટર ટીનેજરોનો હાર્ટથ્રોબ બન્યો હતો. કાર્ટરે બોય બેન્ડ ધ બેકસ્ટ્રીટ બોયઝ તથા બ્રિટની સ્પીયર્સ સાથે ટુર કરી હતી. તેનું નવું આલ્બમ “ઓહ એરોન.” હતું.

ઉંમરની સાથે સંગીતકાર તરીકેનો તારો ઝાંખો પડવા લાગ્યો હતો, પરંતુ સંખ્યાબંધ રિયાલિટી શો અને કેટલાક નવા ઓનલાઇન મ્યુઝિકને કારણે પ્રસિદ્ધી જળવાઈ રહી હતી. તેમના અંગત જીવનના સંઘર્ષો ટેબ્લોઇડની હેડલાઇનમાં ચમકતા હતા. પાંચ ભાઈ-બહેનો વચ્ચેનો ઝઘડો અને પૈસાને લઈને કૌટુંબિક ઝઘડા પણ સમાચારમાં આવતા હતા.

LEAVE A REPLY