અમેરિકામાં 2024ના અંત ભાગમાં યોજનારી પ્રેસિડન્ટની ચૂંટણી માટે પ્રેસિડન્ટ જો બાઇડનની પ્રચાર ઝુંબેશ ટીમે 155 મિલિયન ડોલરની રોકડ રકમ એકઠી કરી છે, જે તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેલી કુલ રકમ કરતાં ઘણી વધારે છે. એકલા બાઇડને ગયા 53 મિલિયન ડોલર એકત્ર કર્યા હતાં, જે ઝુંબેશ શરૂ થયા પછી એક મહિનામાં સૌથી વધુ ભંડોળ એકત્રીકરણ હતું, એમ કેમ્પેઇન અધિકારીઓએ જણાવ્યું હતું.
બાઇડને ગયા અઠવાડિયે વિસ્કોન્સિનમાં એક રેડિયો ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દેશભરમાં અમને જે ઉત્સાહ મળી રહ્યો છે તે વાસ્તવિક છે. અમે ઘણા નાણા એકઠા કર્યા છે. અમને 15 લાખ દાતા મળ્યા છે, જેમાંથી 500,000 તદ્દન નવા છે. તેઓ નાના દાતા છે. આમાંથી 97 ટકાએ 200 ડોલરથી ઓછી રકમનું યોગદાન આપ્યું છે.
બાઇડન અને ટ્રમ્પે ગયા સપ્તાહે પોતા-પોતાના પક્ષમાંથી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે નોમિનેશન મેળવ્યું હતું. આમ 2024માં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ફરી એકવાર બાઇડન અને ટ્રમ્પ વચ્ચે જંગ થશે.
ટ્રમ્પની કેમ્પેઇન કમિટીએ ફેબ્રુઆરીના આંકડાને જારી કર્યો નથી. જાન્યુઆરીના અંતે બે મુખ્ય કમિટી પાસે 3.66 કરોડ ડોલરની રોકડ રકમ હતી અને આ કમિટીએ આ મહિનામાં એકઠા કર્યા તેના કરતાં વધુ ખર્ચ કર્યો હતો. ટ્રમ્પ સંખ્યાબંધ કાનૂની કેસોનો સામનો કરી રહ્યાં છે, તેથી કાનૂની ફી પેટે લાખ્ખો ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે.
બાઇડનની પ્રચાર ટીમે જણાવ્યું હતું કે તેમની પાસેની આ રોકડ રકમ કેમ્પેઇનના આ તબક્કામાં ડેમોક્રેટિક ઉમેદવાર દ્વારા એકત્રિત કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. ટ્રમ્પ અંગેની ચિંતા પર ધ્યાન કેન્દ્રીત કરી બાઇડનના સમર્થકોને મોકલવામાં આવેલા ઇ-મેઇલથી ગયા મહિનાને ભંડોળ એકત્ર કરવામાં મોટી મદદ મળી હતી.
ડેમોક્રેટિક નેશનલ કમિટીના નેતા જેમે હેરિસને જણાવ્યું હતું. જો બાઇડન અને ડેમોક્રેટ્સ ફંડ એકત્રીકરણના ઐતિહાસિક આંકડા જારી કર્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકશન્સના ફાઇનાન્સના ઠેકાણા નથી.