ધ ભવન, 4a કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE દ્વારા સમર સ્કૂલ 2023નું આયોજન આગામી તા. 16 જુલાઇથી તા. 19 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ભારત અને યુરોપના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી હિન્દુસ્તાની અને કર્ણાટિક વોકલ, સિતાર, તબલા અને મૃદંગમથી માંડીને ભરતનાટ્યમ અને કથક સુધીની ત્રણ અઠવાડિયાની સઘન તાલીમ આપવામાં આવશે. શિબિરના અંતે ભવ્ય સમાપન સમારોહમાં કલાનું પ્રદર્શન પણ કરી શકશો.
- રિષભ રિખીરામ શર્મા દ્વારા ‘માનસિક સ્વાસ્થ્ય માટે સિતાર’ અંતર્ગત સોલો સિતાર વાદનનું આયોજન શનિવાર 17 જૂનના રોજ સાંજે 6થી 8 દરમિયાન કરવામાં આવ્યું છે.
- પંડિત ચિરંજીબ ચક્રવર્તી દ્વારા “જ્યારે પરંપરા આધુનિકતાને પૂર્ણ કરે છે” કાર્યક્રમ અંતર્ગત ભારતીય શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન શનિવાર તા. 24 જૂનના રોજ સાંજે 6થી 9 દરમિયાન કરવામાં આવ્યું છે.
- પંડિત રાજકુમાર મિશ્રા અને તેમના શિષ્યો દ્વારા ‘તબલા સાથે એક સાંજ’ કાર્યક્રમનું આયોજન રવિવાર તા. 25 જૂનના રોજ સાંજે 6થી 8 દરમિયાન કરવામાં આવ્યું છે. આજ કાર્યક્રમમાં સાંજે શ્રીમતી ચંદ્રીમા મિશ્રા (હિન્દુસ્તાની ગાયક), પં. સંજય ગુહા (સિતાર), અને સાબેરી મિશ્રા દ્વારા કથક નૃત્ય રજૂ થશે. હાર્મોનિયમ પર પં. વિશ્વ પ્રકાશ સંગત આપશે.
- સંપર્ક: www.bhavan.net અને 0207 381 3086