ચારમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના ઘોર પરાજય પછી પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ લોકોના જનાદેશનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે “વિચારધારાની લડાઈ ચાલુ રહેશે.”
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેલંગાણાના મતદારોનો પણ આભાર માન્યો હતો. જ્યાં કોંગ્રેસે વિજય મળેવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે પ્રજાલુ તેલંગાણા બનાવવાનું વચન ચોક્કસપણે પૂર્ણ કરીશું. જેઓ “દોરાલુ (જમીનદારો)” માટે કામ કરે છે અને જેઓ “પ્રજાલુ (સામાન્ય લોકો)” માટે કામ નથી કરતાં તેમની સામે લડવું તે કોંગ્રેસના તેલંગાણા પ્રચાર ઝુંબેશની મુખ્ય થીમમાંની એક રહી છે. ભારતના દક્ષિણી રાજ્ય તેલંગણામાં કે ચંદ્રશેખર રાવરની બીઆરએસ પાર્ટીનું દસ વર્ષથી શાસન હતું. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી, પરંતુ ભાજપે તેને ઉખાડી ફેંકી છે.