ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ શરુ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડ્યો છે. ગુરૂવાર, તા. 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થતી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઝડપી બોલર જોસ હેઝલવૂડ ઈજાના કારણે હવે રમી શકે તેમ નથી. હેઝલવૂડને ઈજા થવાથી તેની જગ્યાએ સ્કોટ બોલેન્ડને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હેઝલવૂડ પહેલા કેમરોન ગ્રીન અને મિચેલ સ્ટાર્ક પણ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા.
પહેલી બે ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), કે. એલ. રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એસ. ભરત (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), રવિચન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને સૂર્યકુમાર યાદવ.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન) , મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નર.