ભાણવડમાં ઓખા અને થરા નગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો, જ્યારે ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના થરાની મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપને 24માંથી 20 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર ચાર બેઠકો મળી હતી.
ભાજપે ઓખા મ્યુનિસિપાલિટી પણ જાળવી રાખી હતી. ચૂંટણીમાં ભાજપનો 36માંથી 34 બેઠકોમાં વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસને બે બેઠકો મળી હતી. જોકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ભાજપને આંચકો લાગ્યો હતો. અહીંની પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. ભાણવડમાં કોંગ્રેસને 24માંથી 116 બેઠકો મળી હતી. ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. ભાજપ 1995થી અહીં સત્તા પર હતું. ભાણવડ નગરપાલિકા સુપરસીડ કરાયા બાદ અહીં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી.