થાઇલેન્ડમાં એક ભૂતપૂર્વ પોલીસમેને ગુરુવાર, 6 ઓક્ટોબરે ડે-કેર સેન્ટરમાં અંધાધૂંધ ગોળીબાર કરી 22 બાળકો સહિત 34 લોકોની હત્યા કરી હતી. આ પછી પોલીસ જવાને પોતાના ઘરમાં પત્ની અને બાળકને પણ ગોળી મારીને જાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે હુમલાખોરની ઓળખ કરી હતી. તેને ડ્રગ્સના આરોપને પગલે ગયા વર્ષે હોદ્દા પરથી બરખાસ્ત કરાયો હતો. તે ડ્રગ્સના આરોપનો સામનો કરી રહ્યો છે તથા ગોળીબાર કર્યો તેના થોડા કલાકો પહેલા કોર્ટમાં હતો.
દેશના ઉત્તરપૂર્વમાં નોંગ બુઆ લામ્ફુમાં હુમલા બાદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી અને આ પહેલા તેને પોતાની પત્ની અને બાળકની પણ હત્યા કરી હતી. આ ઘટનાથી થાઈલેન્ડના લોકો ગભરાટમાં ફેલાયો હતો.
આ ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યુ કે, મૃતકોમાં બાળકો અને પુખ્ત વયના લોકો પણ સામેલ છે. હુમલાખોરે બાળકો અને પુખ્ત વયના લોકો પર ગોળીબાર કર્યો હતા તથા ચાકુથી હુમલો પણ કર્યો હતો.રાષ્ટ્રીય પોલીસના પ્રવક્તા અચયોં ક્રૈથોંગે જણાવ્યું હતું કે, આ ઘટના નોંગ બુઆ લામ્ફુ પ્રાંતમાં બની હતી. પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હોવાના અહેવાલ હતા સરકારી પ્રવક્તાએ કહ્યું કે, વડા પ્રધાને તમામ એજન્સીઓને કાર્યવાહી કરવા અને ગુનેગારને પકડવા માટે ચેતવણી આપી દીધી છે.