પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર સોમવારે સવારે આતંકીઓએ હુમલો કર્યો હતો. ન્યૂઝ રીપોર્ટ મુજબ, ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 5 લોકોના મોત થયા છે. પોલીસ અને રેન્જર્સની ટીમ હાલ ઘટના સ્થળે છે. અહીંથી લોકોને કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ કરાચી સ્ટોક એક્સચેન્જ સવારે 10.30 વાગ્યે ખુલે છે. રોજની જેમ તે આજે સોમવારે પણ આ જ સમયે ખુલ્યું. આ દરમિયાન સામાન્ય માણસો અને કર્મચારીઓની સાથે હથિયારધારી આતંકીઓ અહીં ઘુસી ગયા હતા. તેમનો ઈરોદો સમજતા જ લોકો ભાગવા લાગ્યા હતા.
આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી. થોડ જ વારમાં બિલ્ડિંગને ઘેરી લેવામાં આવ્યું. જિયો ન્યુઝના જણાવ્યા મુજબ, સ્ટોક એક્સચેન્જના બે કર્મચારીઓ અને અન્ય ત્રણ કર્મચારીઓના મોત થયા છે. આતંકીઓએ પહેલા પાર્કિંગ ઝોનમાં જવાની કોશિશ કરી રહ્યાં હતા.
ન્યૂઝ રીપોર્ટ મુજબ, કરાચી સ્ટોક એક્સચેન્જમાં પોલીસ તૈનાત કરવામાં આવી નથી. અહીંની સિક્યોરિટીની જવાબદારી પ્રાઈવેટ કંપનીની પાસે છે. જાણકારોના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા લોકોમાં પોલીસનો એક સબ ઈન્સપેકટર પણ સામેલ છે.