ટેરર ફંડિંગના મુદ્દે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) બુધવારની મોડી રાત્રેથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આસામ સહિત કુલ 12 રાજ્યોમાં આવેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા અને 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીની આ કાર્યવાહીને કારણે પીએફઆઇના કેટલાંક સભ્યોએ વિરોધી દેખાવો પણ કર્યા હતા. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ PFIના ઘણાં ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીઓ દ્વારા આ કેસમાં PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ પણ કરી હતી. આગામી સમયમાં આ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશભરમાં ચાલતા દરોડાની સામે દેખાવો પણ કરવામાં આવ્યા છે.
NIA અને ED દ્વારા તિરુવનંતપુરમમાં PFIના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતું, PFI ચેરમેન ઓમા સાલેમના ઠેકાણે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.ઓમા સલેમ, PFI કેરળ રાજ્યના ચીફ મોહમ્મદ બશીર, રાષ્ટ્રીય સચીવ વીપી નજરુદ્દીન અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પી કોયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં PFI સાથે જોડાયેલા 100 જેટલા ઠેકાણાઓ પર NIAની રેડ ચાલી હતી.સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ટેરર ફન્ડિંગ મામલે દરોડા પાડવામાં આવ્યા હતો. મધ્યપ્રદેશના ઠેકાણેથી ટેરર ફન્ડિંગ સાથે જોડાયેલી લેવડ-દેવડના સાહિત્ય મળ્યા હતા..
NIAએ તેલંગાણાના હૈદરાબાદ અને ચંદ્રયાનગુટ્ટામાં PFIની ઓફિસ સીલ કરી દીધી હતી. આ તરફ તામિલનાડુમાં પણ NIA અને EDએ PFIની ઓફિસને સીલ કરી દીધી હતી.