અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના માઉન્ટ વોશિંગ્ટન સહિત સંપૂર્ણ ક્ષેત્રમાં ધ્રુવીય ચક્રવાતના કારણે તાપમાન અત્યંત જોખમીરૂપે નીચા સ્તરે ગગડી ગયું હતું.અમેરિકાના ઉત્તરપૂર્વ વિસ્તારો શક્તિશાળી આર્કટિક બ્લાસ્ટને પગલે હાડ થીજવતી ઠંડી અને ઝડપી પવનોના ચપેટમાં આવ્યા હતા. કેટલાંક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડીને 0.46 ડિગ્રી સેલ્સિયસ સુધી ગબડ્યો હતો. બોસ્ટનમાં ઇમર્જન્સીની જાહેરાત કરાઈ હતી અને સ્કૂલો બંધ કરાઈ હતી.
એનડબલ્યુએસના હવામાન વિજ્ઞાની બ્રાયન હર્લેએ કહ્યું કે દિવસ દરમિયાન ઠંડી, તોફાનની સ્થિતિ રહી હતી. કેટલાક અહેવાલો મુજબ અહીં તાપમાન મંગળ જેટલું ઠંડુ નોંધાયું હતું, જ્યાં તાપમાન માઈનસ ૮૧ ડિગ્રી નોંધાતું હોય છે.
અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (એનડબલ્યુએસ)એ કહ્યું કે, આ ડીપ ફ્રિઝ વાતાવરણ અપેક્ષાકૃત ઓછા સમય સુધી રહેશે, પરંતુ શરીરને સુન્ન કરી દેતી ઠંડી હવાઓથી શનિવારે આ વિસ્તારોમાં જીવન જોખમમાં મુકાઈ ગયું છે. ન્યૂ ઈંગ્લેન્ડમાં મેસાચ્યુસેટ્સના બે સૌથી મોટા શહેરો વોસ્ટન અને વોર્સેસ્ટરમાં સ્કૂલો શુક્રવારે બંધ કરી દેવાઈ હતી
આ વન્સ ઇન એ જનરેશન આર્કટિક બ્લાસ્ટથી ન્યુ યોર્કના મોટાભાગના વિસ્તારોમાં તથા મેસેચ્યુસેટ્સ, કનેક્ટિકટ, રોડે આઈલેન્ડ, ન્યૂ હેમ્પશાયર, વર્મોન્ટ અને મેઈન સહિતના ન્યૂ ઇંગ્લેન્ડના છ રાજ્યોમાં વિન્ડ ચીલની વોર્નિંગ આપવામાં આવી હતી. આ રાજ્યોમાં આશરે 1.6 કરોડ લોકો રહે છે.
નેશનલ વેધર સર્વિસ (NWS)એ જણાવ્યું હતું કે ડીપ ફ્રીઝ અલ્પજીવી હશે, પરંતુ ઉત્તરપૂર્વમાં વિસ્તારમાં હાડ થીજવતી ઠંડી અને કાતિલ ઠંઠા પવનો શનિવારે જીવન સામે જોખમ થાય તેવી સ્થિતિ ઊભી કરી શકે છે. ન્યૂ ઇંગ્લેન્ડના બે સૌથી મોટા શહેરો, બોસ્ટન અને વર્સેસ્ટર, મેસેચ્યુસેટ્સમાં બાળકોમાં ફ્રોસ્ટબાઇટ અને હાઇપોથર્મિયાના જોખમને ધ્યાનમાં રાખીને શુક્રવારે સ્કૂલો બંધ રાખવામાં આવી હતી.
બોસ્ટનના મેયર મિશેલ વુએ રવિવાર માટે ઇમર્જન્સની જાહેરાત કરી હતી અને શહેરના 650,000થી વધુ રહેવાસીઓને મદદ કરવા માટે વોર્મિંગ સેન્ટર્સ ખોલ્યા હતા. તીવ્ર ઠંડીને કારણે ક્લોટિંગ મ્યુઝિમ બંધ રહ્યું હતું. 1773ની બોસ્ટન ટી પાર્ટીમાં માટે જાણીતું આ મ્યુઝિયમ તેના ઇતિહાસમાં ભાગ્યે જ બંધ રહ્યું છે.
પૂર્વ કેનેડાથી આગળ વધેલું આર્કટિક બ્લાસ્ટ શુક્રવાર વહેલી સવાલે અમેરિકાના મેદાની વિસ્તારોમાં કેન્દ્રીત હતું. ઓન્ટારિયો સરહદની નજીક આવેલું મિનેસોટાનું કાબેટોગામ માઈનસ 39 ફેરનહીટ (-39.5 C) તાપમાન સાથે અમેરિકાનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. મૈને રાજ્યમાં વિન્ડ ચીલ ફેક્ટર માઇનસ 40 થયું હતું. વિન્ડ ચીલ ફેક્ટર શરીરમાં પવન અને ઠંડીની સંયુક્ત અસર દર્શાવે છે. ઉત્તરપૂર્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ વોશિંગ્ટન સ્ટેટ પાર્કમાં, શુક્રવારની સાંજે તાપમાન માઈનસ 45 ફેરનહીટ (-46 C) પર આવી ગયું હતું તથા 90 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.