ભારતના ટેનિસ જગતના ભૂતપૂર્વ નંબર-1 ખેલાડી લિએંડર પેસ અને ભારતીય પ્રસારણકર્તા અને પ્રમોટર વિજય અમૃતરાજને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સમાવેશનું સન્માન પ્રાપ્ત થયું છે.
ટેનિસ હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનારા તેઓ પ્રથમ એશિયન પુરૂષ ખેલાડીઓ છે. આ બંને ઉપરાંત જાણીતા પત્રકાર અને લેખક, ઈંગ્લેન્ડના રીચર્ડ ઇવાંસને પણ ટેનિસનું આ વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં 18 ગ્રાંડ સ્લેમ વિજેતા લીએન્ડર પેસને ખેલાડીઓના વર્ગમાં જયારે અમૃતરાજ અને ઇવાંસને ટેનિસમાં યોગદાન આપનારાઓની કેટેગરીમાં પસંદ કરાયા હતા.
ટેનિસ સાથે જોડાયેલા આ ત્રણેય દિગ્ગજોનો ન્યૂપોર્ટમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં 20મી જુલાઈ, 2024ના રોજ એક સમારંભમાં સમાવેશ કરાશે. અત્યાર સુધી 27 દેશના 264 લોકોને ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે ભારત હોલ ઓફ ફેમમાં સામેલ થનારો 28મો દેશ બનશે.