ટેલફર્ડનું ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ પેઢીઓ સુધી ચાલ્યુ હતું અને તે અપરાધોના સ્પષ્ટ પુરાવાઓને પેઢીઓ સુધી અવગણવામાં આવ્યા હતા જેના કારણે 1,000થી વધુ છોકરીઓનુ શોષણ થયું હતું એમ એક તપાસમાં જાણવા મળ્યું છે.
એજન્સીઓએ શોષણ કરનાર અપરાધીઓને બદલે બાળકોને ખુદને જ દુર્વ્યવહાર માટે દોષિત ઠેરવ્યા હતા. અપરાધીઓની “જાતિ વિશે ગભરાટ”ના કારણે શોષણની તપાસ કરવામાં આવી ન હતી. અખબાર સન્ડે મિરરે 1980ના દાયકાથી શહેરમાં છોકરીઓ સાથે દુષ્કર્મ આચરતી ગેંગનો ખુલાસો કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપીસ સમિતિના ચેરમેન ટોમ ક્રાઉથર, ક્યુસીએ જણાવ્યું હતું કે બાળકોનો દુરુપયોગ દાયકાઓથી અનચેક હતો. તેમના અહેવાલમાં સામેલ એજન્સીઓને સુધારણા માટે 47 ભલામણો કરાઇ છે. વેસ્ટ મર્સિયા પોલીસે ભૂતકાળની ઘટનાઓ માટે “નિઃશંકપણે” માફી માંગી છે.