ગુજરાતના 2002 રમખાણ કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ ક્લીનચીટ આપીને બદઇરાદાથી આ કેસને લંબાવવાના પ્રયાસો કરનારા અને ખોટા દાવા કરનારા લોકો સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવ્યા બાદ ગુજરાત પોલીસે કથિત સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ, નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે કાર્યવાહી ચાલુ કરી છે.
આ ત્રણે લોકો સામે ગુજરાત પોલીસે નિર્દોષ વ્યક્તિને ફસાવવા તથા કથિત ષડ્યંત્ર કરવા બાબતે ફરિયાદ દાખલ કરી છે. આ ત્રણેય લોકો સામે નિર્દોષ અને ખાસ કરીને હિન્દુઓને ફસાવવા માટે કોર્ટમાં બનાવટી દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદના આધારે ગુજરાત ATSની ટીમે શનિવાર (25 જૂન)એ મુંબઈના સાંતાક્રુઝથી તિસ્તા સેતલાડને અટકાયતામાં લીધી હતી અને તેને ગુજરાત લાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે ગાંધીનગરથી ક્રાઈમ બ્રાન્ચના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડ કરી હતી.
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચ S-6ને આગ ચાંપવામાં આવી હતી. આ પછી ગુજરાતમાં કોમી રમખાણો ચાલુ થયા હતા. 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો દરમિયાન અસારવામાં આવેલી ગુલમર્ગ સોસાયટીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ઘણાંને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. અહેસાન જાફરી કેસમાં તેમના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતના રમખામણોમાં નરેન્દ્ર મોદીનો હાથ હોવાનો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઝાકિયાને તિસ્તા સેતલવાડનો સાથે મળ્યો હતો. તિસ્તા સેતલવાડ એક એનજીઓ ચલાવે છે.
કેસમાં વડાપ્રધાન મોદીને ક્લિન ચીટ મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દર્શનસિંહ બારડે તિસ્તા સહિત જેમના દ્વારા વડાપ્રધાન મોદી સામે આક્ષેપો કરવામાં આવ્યા તેવા આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ ખોટા રિપોર્ટ રજૂ કરવાના ગુનામાં સંજીવ ભટ્ટ સામે આરોપ ઘડવામાં આવ્યા છે.આ કેસમાં તિસ્તા અને પૂર્વ DGP શ્રીકુમાર સહિત પાલનપુરની જેલમાં બંધ સંજીવ ભટ્ટની પણ ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરવામાં આવી શકે છે.