દરેક વિદ્યાર્થીને એક ઉત્તમ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે તે સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ઈંગ્લેન્ડે વિશ્વના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય શિક્ષકો માટે પોતાના દરવાજા ખોલ્યા છે અને આવા શિક્ષકો 2023થી ઈંગ્લેન્ડની શાળાઓમાં ભણાવી શકશે. તે માટે વધુ સારી સિસ્ટમ લાવવામાં આવશે. આ પગલું સમગ્ર વિશ્વમાં શિક્ષકો માટે તકો ખોલશે અને તેમના આગમનને વધુ ન્યાયી અને સરળ બનાવશે.
તા. 10 જૂનના રોજ જાહેર કરાયેલી યોજનાઓ હેઠળ, આ માટે નવા, ઉચ્ચ ધોરણો રજૂ કરવામાં આવશે. આ માટે ઓછામાં ઓછુ ઇંગ્લેન્ડની સમકક્ષની ટીચર્સ ટ્રેઇનીંગ પૂર્ણ કરેલી હોવા જોઇએ અને ઇંગ્લિશમાં નિપુણ સ્તર હોવું જોઇશે. સરકાર દરેક વર્ગખંડમાં એક ઉત્તમ શિક્ષક હોય તે માટે 2024 સુધીમાં 500,000 ઉચ્ચ ગુણવત્તાની તાલીમની તકો પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
વર્તમાન સિસ્ટમ અંતર્ગત યુરોપ, સ્વિટ્ઝર્લૅન્ડ, યુએસ, કેનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જિબ્રાલ્ટર, નોર્ધર્ન આયર્લૅન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ સહિતના 39 નિયુક્ત દેશોના શિક્ષકો કામ કરવાની પરવાનગી છે. અન્ય દેશોના શિક્ષકોને ફરીથી તાલીમ લેવી પડે છે. આ માટેની વધુ GOV.UK પર લાઇવ થશે.