Three Hindu women kidnapped and forcibly converted to Islam in Pakistan
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડોદરાની સ્પેશ્યલ પોસ્કો કોર્ટે ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં ખાનગી સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકને આજીવન કેદની બુધવારે સજા ફટકારી હતી. 43 વર્ષીય આ શિક્ષકે વર્ષ 2018માં આ વિદ્યાર્થિનીને સારા માર્ક્સ આપવાની લાલચ આપીને ત્રણ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું.

સ્પેશિયલ POCSO કોર્ટના જજ જી.ડી પાસીએ નોંધ્યું કે, ગુનેગાર શિક્ષક વિનુ કટારિયા બે બાળકોનો પિતા પણ છે, તેથી તેને યોગ્ય સજા થવી જોઈએ અને જેલમાંથી બહાર નીકળ્યા બાદ ભવિષ્યમાં અન્ય કોઈ વિદ્યાર્થિનીને પોતાનો શિકાર બનાવી શકે નહીં.

હવસખોર શિક્ષક કટારિયાએ છોકરી સાથે દુષ્કર્મ કરવાની સાથે તેનો વીડિયો પણ ઉતાર્યો હતો, તેની મદદથી તે પોતાની માગણીઓને સંતોષવા માટે છોકરીને બ્લેક મેઈલ કરતો હતો. અને છોકરી રાજી ન થવા પર વીડિયોને વાઈરલ કરી નાખવાની ધમકી આપતો હતો. શિક્ષક તેને જાન્યુઆરી થી માર્ચ 2018ની વચ્ચે અમદાવાદ, સુરત તથા પાદરાની હોટલોમાં લઈને ગયો હતો, ત્યાં તેણે છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું.

વડોદરાના કલાલી રોડ પર રહેતા કટારિયાના ઘરમાં વિજ્ઞાન પ્રવાહની આ વિદ્યાર્થિની ટ્યુશન માટે જતી હતી. છોકરી જ્યારે 11માં ધોરણમાં હતી ત્યારે શિક્ષકે તેને પરીક્ષામાં સારા માર્ક્સ આપવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મનો વીડિયો ઉતારીને શિક્ષક વારંવાર છોકરી પાસે અભદ્ર માગણીઓ કરતો હતો અને ના પાડવા પર તેને બ્લેકમેઈલ કરતો.