(ANI Photo)
ભારતમાં ક્રુઝ ટુરિઝમને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે નાણા પ્રધાન નિર્મલા સીતારામને દેશમાં  ક્રૂઝનું સંચાલન કરતી વિદેશી શિપિંગ કંપનીઓ માટે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાની દરખાસ્ત કરી હતી.
બજેટ દસ્તાવેજ અનુસાર, ભારતમાં ક્રુઝ-શિપિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કેટલાક સુધારાની દરખાસ્ત કરાઈ છે. તેનો હેતુ ભારતને આકર્ષક ક્રૂઝ ટુરિઝમ સ્થળ બનાવવાનો તથા વૈશ્વિક પ્રવાસીઓને ભારતમાં ક્રૂઝ શિપિંગ તરફ આકર્ષિત કરવા અને ભારતીય પ્રવાસીઓમાં ક્રૂઝ શિપિંગને લોકપ્રિય બનાવાનો છે.
ક્રુઝ જહાજોના સંચાલનના બિઝનેસમાં રોકાયેલા બિન-નિવાસી માટે એક પ્રિઝમ્પ્ટીવ ટેક્સ સિસ્ટમ અમલી બનાવાશે. જો વિદેશી કંપની અને બિનનિવાસી ક્રૂડ શીપ ઓપરેટર એકસમાન હોલ્ડિંગ કંપની હશે તો આવી વિદેશી કંપનીને લીઝ રેન્ટલની આવકમાં કરમાફી મળશે. આ માફી આપવા માટે 44બીબીસી નામની નવી કલમનો ઉમેરો કરાશે.
નાણાપ્રધાન જણાવ્યું હતું કે ભારતીય શિપિંગ ઉદ્યોગના બજારહિસ્સામાં વધારો અને વધુ રોજગારીનું સર્જન કરવા માટે માલિકી, લીઝિંગ અને ફ્લેગિંગ ક્ષેત્રમાં સુધારા અમલમાં મૂકવામાં આવશે.ભારતમાં ક્રુઝ ટુરિઝમની વિપુલ સંભાવના છે.

LEAVE A REPLY