ભારતનું સૌથી મોટું અને જૂનુ ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રૂપની હોલ્ડિંગની કંપની ટાટા સન્સે લીડરશિપ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારની શક્યતાને નકારી કાઢી હતી. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રસેકરને જણાવ્યું હતું કે કંપનીની મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં કોઇ ફેરફાર થશે નહીં અને જો કોઇ નિર્ણય લેવાશે તો તે નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી કરશે.
ટાટા સન્સ સીઇઓનો હોદ્દો બનાવીને તેના લીડરશીપ સ્ટ્રક્ચરમાં ઐતિહાસિક ફેરફાર કરી રહી હોવાના અહેવાલ અંગે તેઓ પ્રતિક્રિયા આપી રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે કંપનીના રોજિંગ બિઝનેસમાં વિક્ષેપ ઊભી કરતાં આવા અહેવાલોથી અમે ઘણા નિરાશ થયા છે. ટાટા ટ્રસ્ટના ચેરેમન રતન ટાટાએ પણ આવા અહેવાલો અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
અગાઉ સૂત્રોને ટાંકીને એવા અહેવાલ આવ્યા હતા કે કોર્પોરેટ ગવર્નન્સમાં સુધારા માટે કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)નું પદ બનાવવામાં આવી શકે છે. પ્રસ્તાવિત યોજના મુજબ સીઇઓ 153 વર્ષ જૂના ટાટા ગ્રૂપના બિઝનેસને માર્ગદર્શન આપશે જ્યારે ચેરમેન શેરધારકો તરફથી સીઇઓના કામકાજ પર નજર રાખશે. ટાટા સન્સના હાલના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનના કાર્યકાળની મુદ્દત ફેબ્રુઆરીમાં સમાપ્ત થઇ રહી છે. ટાટા ગ્રૂપ 100થી વધારે બિઝનેસ અને બે ડઝનથી વધારે લિસ્ટેડ કંપનીઓ ધરાવતા ટાટા ગ્રૂપની વર્ષ 2020માં 106 બિલિયન ડોલરની વાર્ષિક રેવન્યૂ હતી. તેની પાસ 7.5 લાખ કર્મચારી છે.