ટાટા ગ્રૂપ વ્યૂહાત્મક જોડાણ માટે લોકલ ડિસ્કવરી પ્લેટફોર્મ જસ્ટ ડાયલ સાથે મંત્રણા કરી રહ્યું છે. ટાટા ગ્રૂપ તાજેતરના ઇ-કોમર્સ સાહસ જેડી માર્ટ અંગે પ્રારંભિક મંત્રણા કરી રહ્યું છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ટાટા ગ્રૂપ તેના પોતાના સુપર એપ અંગે કામગીરી કરી રહ્યું છે ત્યારે આ મંત્રણા ચાલુ થઈ છે. ટાટા ગ્રૂપે તેના સુપર એપ માટે ગ્રોસરી રિટેલ પ્લેટફોર્મ બિગબાસ્કેટ સાથે ડીલ કરી છે. એ જ રીતે તે જસ્ટ ડાયલ સાથે પણ વ્યૂહાત્મક ભાગીદારી કરી શકે છે.
ઓક્ટોબર 2020માં જસ્ટ ડાયલે બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) માર્કેટપ્લેસ જેડી માર્ટ લોન્ચ કર્યું હતું. કંપની બજારમાં મજબૂત પકડ અને લોયલ યુઝર બેઝ ધરાવે છે. કંપની જેડી માર્ટ માટે તેના હાલના 140 મિલિયન ક્વાર્ટર્લી યુનિક યુઝર્સ અને 100,00 પેઇડ બીટુબી સબસ્ક્રાઇબર્સનો ઉપયોગ કરી શકે છે.