Tata is not in this business to be second best: Campbell Wilson
એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેમ્પબેલ વિલ્સન (Photo by Arun SANKAR / AFP) (Photo by ARUN SANKAR/AFP via Getty Images)

શૈલેષ સોલંકી અને શૈલેષ રામ દ્વારા

સેન્ટ્રલ લંડનની સેન્ટ જેમ્સ કોર્ટ હોટેલ અથવા મુંબઈની વિશ્વ વિખ્યાત તાજમહેલ હોટેલમાં ચાલતા હો ત્યારે તમે જાણો છો કે તમે પૃથ્વિ પરના શ્રેષ્ઠને ટક્કર આપવા માટેની એક સંસ્થામાં પ્રવેશ કરી રહ્યાં છો. અને એકવાર તમે એર ઈન્ડિયાના પ્લેનમાં પગ મૂકો ત્યારે તે વાત અલગ જ હોય છે.

લંડનમાં સેન્ટ જેમ્સ કોર્ટ હોટેલના એક ભવ્ય બોર્ડરૂમમાં એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને ગરવી ગુજરાતને કહ્યું હતું કે “તે એક રાષ્ટ્રીય મિશન છે, આકાંક્ષા ખૂબ જ સ્પષ્ટ છે. ઉત્પાદન, સેવા અને પ્રતિષ્ઠાના સંદર્ભમાં વૈશ્વિક એરલાઇન્સના ઉચ્ચ વર્ગોમાં તે સ્થાનને ફરીથી મેળવવાનો છે.”

સામાન્ય પરિબળ એ છે કે આ હોટલો અને એરલાઇન આખરે ટાટા સન્સની છે, જે સ્ટીલ, IT, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ઓટોમોટિવ્સમાં ઋચિ ધરાવતી ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ સંચાલિત બહુરાષ્ટ્રીય કંપનીઓમાંની એક છે. 2021ના અંતમાં, ટાટા સન્સે ખોટ કરતી કંપની એર ઈન્ડિયાનો કબજો સંભાળ્યો અને કિવીમાં જન્મેલા હાઈ-ફ્લાઈંગ એક્ઝિક્યુટિવ કેમ્પબેલ વિલ્સનની ગયા વર્ષે મે મહિનામાં નિમણૂક કરી, જેઓ ઓછી કિંમતની અને સંપૂર્ણ સેવા બંને એરલાઈન્સ ચલાવવાના અનુભવ સાથેના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. તે પહેલા તેઓ સિંગાપોર એરલાઇન્સની ઓછી કિંમતની એરલાઇન પેટાકંપની સ્કૂટના CEO હતા.

ભારતના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ ટાઇટન્સમાંના એક, JRD ટાટાએ યુવાન તરીકે પાઇલટનું લાઇસન્સ મેળવ્યું હતું અને 1929માં કરાચી અને બોમ્બે વચ્ચે વિમાન ઉડાડ્યું હતું અને એરલાઇનની પ્રથમ સુનિશ્ચિત સેવા 1932માં અસ્તિત્વમાં આવી હતી. વ્યંગાત્મક બાબત એ છે કે ટાટાએ પોતે જ શરૂ કરેલી કંપનીનો હવે કબજો લીધો છે.

વિલ્સન એ દિવસોના એરલાઈનના ગ્લેમર અને ઈતિહાસથી સારી રીતે વાકેફ છે તો આજે પણ ટાટાની હોટેલ ચેઈન દ્વારા – પ્રોફેશનલિઝમ, સારી સર્વિસ અને લક્ઝરીનો પર્યાય છે. લગભગ સાત દાયકાઓ સુધી એર ઈન્ડિયા તેના રાષ્ટ્રીયકરણ પછી સરકાર દ્વારા સંચાલિત બિઝનેસ હતો અને તે શાબ્દિક રીતે સરકારના ફર્નિચરનો એક ભાગ હતો.
JRDના વડપણ હેઠળ એક વખત ગર્વની પ્રતિષ્ઠાની પરાકાષ્ઠા એર ઈન્ડિયાએ માણી હતી, જે સરકારના હાથમાં વર્ષોના રોકાણના અભાવે ઘટી ગઈ હતી. વિલ્સન સમજે છે કે તેને પુનઃસ્થાપિત કરવી અને તેને ટાટા સાથે ફરીથી જોડવી એ જ પડકારનો એક ભાગ છે.

વિલ્સન ભારપૂર્વક જણાવે છે કે “ટાટા આ બિઝનેસમાં બીજા સ્થાને નથી. દરેક જણ જેઆરડી હેઠળની એરલાઇનનો ઇતિહાસ જાણે છે. તમને ભવિષ્યમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ અને લોકોને બતાવવું જોઈએ કે ક્રિયાઓ અને રોકાણ – પછી ભલે તે એરક્રાફ્ટ હોય કે સિસ્ટમ્સમાં હોય. અમે લાંબા સમયથી રોકાયેલી કેટલીક બાબતોનો ઉકેલ લાવી રહ્યા છીએ જે લોકોને ટર્મ્સ એન્ડ કન્ડીશન, રોકાણ અને પ્રણાલીઓ, તાલીમ, પ્રદર્શન અને વ્યવસ્થાપન પ્રણાલીઓમાં અગમ્ય લાગે છે. મૌન સંસ્થા બનાવવાના બદલે, અમે લોકોને એકસાથે લાવીએ છીએ, જેથી અમે સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરી શકીએ.”

આ મિશનને સ્ટાર્ટ-અપ સાથે સરખાવતા વિલ્સન કહે છે કે ‘’એર ઈન્ડિયા એક નોંધપાત્ર બિઝનેસ છે જે જમીન સ્તરેથી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. અમે લેગસી પ્રેક્ટિસ અને લેગસી માઇન્ડસેટમાંથી ભવિષ્ય તરફ બદલાઈ રહ્યા છીએ જ્યાં અમે લોકોને આકાંક્ષા, ગૌરવ અને સિદ્ધિની વધારાની સમજ આપી રહ્યા છીએ.’’
70 વર્ષ કરતા વધુ સમયથી નિંદ્રાધીન સરકારી માલિકીના હાથમાં રહેલી સંસ્થાની સંસ્કૃતિને બદલવામાં થોડો સમય લાગશે, પરંતુ વિલ્સનને વિશ્વાસ છે કે પરિવર્તન પહેલેથી જ થઈ રહ્યું છે.

વિલ્સન કહે છે કે ‘’અમે અમારા ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે ભારે રોકાણ કરી રહ્યા છીએ, અમે સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી તેને ઠીક કરીએ છીએ અને લોકો પ્રગતિ જોઇને પ્રોત્સાહિત થાય છે. અમે એક એવી સંસ્કૃતિ બનાવી છે જે ઓછી ભયજનક છે, જ્યાં લોકો વિચારો શેર કરે છે. એર ઈન્ડિયાએ લાંબા સમયથી ભરતી કરી નથી પણ તેની પાસે જે લોકો છે તે સ્માર્ટ છે. તેઓ જાણે છે કે તેમને શું કરવાની જરૂર છે, પરંતુ તેમની પાસે સ્થિરતા કે સંસાધન નથી.
અને કેટલીકવાર તેઓ તે કેવી રીતે કરવું તેની મસલ મેમરી ગુમાવી દેતા હતા. એકવાર તમે આ પ્રદાન કરો, તે આશ્ચર્યજનક છે કે સાંસ્કૃતિક પરિવર્તન અને પરિણામોની સિદ્ધિ કેટલી ઝડપી બની શકે છે.’’

વિલ્સન કહે છે કે ‘’અમારી ટર્નઅરાઉન્ડ યોજનામાં ત્રણ તબક્કા છે, ટેક્સી, ટેક ઓફ અને ક્લાઇમ્બ અને કંપની ટેક્સિંગ તબક્કાના અંત નજીક છે. અમે સિસ્ટમ્સ, પ્રતિભા કે સમયની પાબંદી, તેમાંથી ઘણાને ઉકેલી રહ્યા છીએ. આગામી બે વર્ષ એક્ઝિક્યુશન અને ખૂબ જ સારી એરલાઇન બનાનવા વિશે હશે. અમે ઓર્ડર કરવાનું નક્કી કર્યા પછી અમને સમજાયું કે તે ઇતિહાસનો સૌથી મોટો ઓર્ડર હતો.’’

ફેબ્રુઆરીમાં જૂના વિમાનોના કાફલાને ઓવરહોલ કરવાની યોજના જાહેર કરી એરલાઈને એરબસ અને બોઈંગ પાસેથી £55 બિલિયનના ખર્ચે 470 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. જેથી તે વૈશ્વિક એરલાઈન્સ બની હતી. યુકે અને ભારતે તેને આવકાર્યો હતો કેમ કે તે નવી નોકરીઓને ઉત્તેજીત કરવામાં અને બંને દેશો વચ્ચેના વ્યાપારને વિસ્તારવામાં મદદ કરશે. ડર્બીમાં આવેલી રોલ્સ રોયસ કંપની એરબસ અને બોઇંગ બંને માટે એન્જિન બનાવે છે.
વિલ્સનને લાગે છે કે ભારત એક હબ તરીકે કામ કરી શકે છે અને માત્ર એશિયા જ નહીં અન્ય ખંડોમાં પણ ગંતવ્ય સ્થાનો માટે એક સ્ટોપિંગ ઓફ પોઈન્ટ બની શકે છે.

તેઓ કહે છે કે “અમે ટ્રાન્સફર ટ્રાફિક માર્કેટમાં મજબૂત ખેલાડી બની શકીએ છીએ – અમે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને અપીલ કરી શકીએ છીએ. યુરોપથી એશિયા, યુરોપથી ઓસ્ટ્રેલિયા અને એશિયાથી આફ્રિકા જતા લોકો માટે ભારત સ્પષ્ટપણે ફ્લાઇટનો વિકલ્પ બની શકે છે, તેઓ બધા ભારતને પાર કરે છે. અમે ફક્ત ભારતીય વારસાના જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ અપીલ કરી શકીએ છીએ. અમારી પાસે દેશમાં 50થી ઓછા વાઈડ બોડી એરક્રાફ્ટ છે. તેથી સ્પષ્ટપણે, ત્યાં વિશાળ વિકાસ છે અને આ હાલમાં વિશાળ ટ્રાફિક અન્ય સ્થળોએ થઈ રહ્યો છે, કારણ કે અમારી પાસે ઓફર કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી. તેથી તે ઘણો ઓર્ડર (470 નવા એરક્રાફ્ટનો) અંડરપિન કરે છે. હાલમાં અમારી પાસે સ્થાનિક રીતે આ હિસ્સો માત્ર 10 ટકા છે.’’

વિલ્સન કહે છે કે “ટૂંકા અંતરની આંતરરાષ્ટ્રીય – ચાર કલાકની ત્રિજ્યામાં (ભારતની) ફ્લાઇટ્સ માટે મોટી તકો છે અને અમને એરક્રાફ્ટની જરૂર છે અને 30 ટકા આંતરરાષ્ટ્રીય બજાર હિસ્સો અને 30 ટકા સ્થાનિક હિસ્સો મેળવવા માટે ઘણા બધા એરક્રાફ્ટની જરૂર છે. બિઝનેસ ટ્રાવેલર્સ અને લેઝર ફ્લાયર્સ બંનેમાં તકો છે. સંપૂર્ણ સર્વિસ બિઝનેસને વધુને વધુ ઉપરની તરફ સ્થાન આપવામાં આવશે – બેઠકો અને ફ્લાઇટ મનોરંજન, કેટરિંગ, સેવા, સમયની પાબંદી અને વારંવાર ફ્લાયર પ્રોગ્રામમાં રોકાણ કરવામાં આવશે. અને તે વિશ્વની ટોચની કોઈપણ એરલાઈન્સની સમકક્ષ હશે.”
વર્ષોથી એર ઈન્ડિયાએ મીડલ ઇસ્ટર્ન એરલાઈન્સ માટે નોંધપાત્ર બજારહિસ્સો ગુમાવ્યો છે અને દક્ષિણ એશિયાના મોટાભાગના ડાયસ્પોરા હવે આ એરલાઈન્સને ભારતમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

વિલ્સન અમૃતસર અને અમદાવાદ જેવા સ્થળો માટે વધુ અને વારંવારની ફ્લાઇટ્સ અને ઉડ્ડયન અનુભવની સંપૂર્ણ સુધારણા સાથે ડાયસ્પોરાને પાછો આકર્ષવાની આશા રાખે છે.

તેઓ કહે છે કે ‘અમે એક નોન-સ્ટોપ સેવા ઓફર કરીશું, અમે તમને મધ્યરાત્રિમાં ત્રણથી ચાર કલાક રોકવા માટે દબાણ કરી રહ્યા નથી અને ઉત્પાદનની ગુણવત્તા, ઇનફ્લાઇટ મનોરંજન, બેઠકોની ગુણવત્તાની દ્રષ્ટિએ, તે સમકક્ષ હશે અથવા સેવાના અનુભવની દ્રષ્ટિએ વધુ સારું હશે. નવી એરલાઇનનો વિશ્વાસ પ્રદર્શિત કરશે જે તેને જૂની એર ઇન્ડિયાથી અલગ કરે છે.’’

વિલ્સન સંસ્કૃતિ પરિવર્તનના મહત્વને વધુ મજબૂત બનાવે છે અને એરલાઇન હવે ભારતના સૌથી સિદ્ધાંતવાદી અને સફળ બિઝનેસ જૂથોમાંના એક ટાટાના નિયંત્રણમાં છે.

વિલ્સને કહ્યું હતું કે“એર ઇન્ડિયા પ્રોફેશનલ છે, તે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ખૂબ જ મજબૂત મૂલ્યો ધરાવે છે, ઉચ્ચ આકાંક્ષાઓ સાથે, કોઈથી પાછળ નથી. આ તે સંસ્કૃતિ છે જે હું ટાટામાં જોઉં છું અને તે હું એર ઇન્ડિયામાં રાખવા માંગું છું. ભારતીયો આ સંસ્કૃતિને મારા કરતાં વધુ સારી રીતે જાણે છે – અને મને લાગે છે કે જ્યારે ટાટાએ એર ઈન્ડિયા હસ્તગત કરી ત્યારે રાહતનો શ્વાસ હતો.”

LEAVE A REPLY