Rs.1 crore recovered from deceased DGFT officer's house in Rajkot
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટાટા સન્સે એરલાઇન્સ કંપની એરએશિયા ઇન્ડિયા માટે તેની કુલ 325.69 મિલિયન ડોલર (આશરે રૂ.2,600 કરોડ)ની ખોટને રાઇટ ઓફ કે તેની જોગવાઇ કરવી પડી તેવી શક્યતા છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ એરએશિયા ઇન્ડિયાના તમામ ઇક્વિટી શેર ખરીદવાની દરખાસ્ત કરી છે. ભારતીય સ્પર્ધા પંચે જૂનમાં જ એરઇન્ડિયાને એરએશિયાના શેર કેપિટલ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. એરએશિયા ઇન્ડિયાનો 83.67 ટકા હિસ્સો ટાટા સન્સ પાસે છે. બાકીનો 16.33 ટકા હિસ્સો મલેશિયાના એરએશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પાસે છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ સંપૂર્ણપણે હસ્તગત કરવા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ કરવાની દરખાસ્ત કરી છે, એવુ મીડિયા અહેવાલમાં જાણવા મળ્યુ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ટાટા સન્સ અથવા એર ઈન્ડિયાની બેલેન્સ શીટમાં આ રાઈટ – ઓફનો સમાવેશ કરાશે કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.મીડિયા અહેવાલ અનુસાર એક ઓડિટરના અહેવાલમાં એરએશિયા ઇન્ડિયા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે એરલાઇન્સ કંપનીની નેટવર્થ સંપૂર્ણપણે ધોવાઇ ગઇ છે અને તેની જવાબદારીઓ કે દેવું તેની હાલની એસેટ્સ કરતાં વધારે છે. એરએશિયા કંપની ઘણા સમયથી ખોટ કરી રહી છે અને તેમાંય કોરોના મહામારીએ કમરતોડ આર્થિક ફટકો માર્યો છે.

LEAVE A REPLY