ટાટા ગ્રુપની માલિકીની ઈન્ફિનિટી રિટેલ સમગ્ર દેશમાં 100 રિટેલ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી રહી છે. આ સ્ટોર્સમાં માત્ર એપલની પ્રોડક્ટ્સ જ વેચવામાં આવશે. ટાટા ગ્રુપ નવેમ્બરમાં આઈફોન મેન્યુફેક્ચરિંગ વિસ્ટ્રોનની ભારતમાં સ્થિતિ એકમાત્ર ફેક્ટરીને 5,000 કરોડ રૂપિયામાં ખરીદવાની વાતચીત કરી રહ્યું હતું. જો કર્ણાટક સ્થિત આ ફેક્ટરીને ખરીદવાનો સોદો નિષ્ફળ રહ્યો હતો. ટાટા તાઈવાનની વિસ્ટ્રોન સાથે જોઈન્ટ વેન્ચર કરી શકે છે.
વિસ્ટ્રોન ભારતમાં આઈફોનના ટોપ વેન્ડર્સમાંથી એક છે. ઈન્ફિનિટી રિટેલ દેશભરમાં ક્રોમા સ્ટોર્સની ચેઈન પણ ચલાવે છે. રિપોર્ટસ મુજબ, ટાટા-એપલની ભાગીદારીવાળો પહેલો સ્ટોર મુંબઈમાં ખુલશે.
ભારતમાં એપલના 3 મુખ્ય વેન્ડર ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન છે. આ મહિનાની શરૂઆતમાં એપલે કહ્યું હતું કે, તેણે ભારતમાં આઈફોન-14ને એસેમ્બલ કરવા માટે એક બીજા મન્યુફેક્ચરરની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. તેણે તાઈવાની કંપની પેગાટ્રોનની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. તેનાથી પેગાટ્રોન ફોક્સકોન પછી ભારતમાં આઈફોન-14નું એસેમ્બલિંગ શરૂ કરવાનું એપલનું બીજું સપ્લાયર બની ગયું છે. તેના યુનિટ્સ તમિળનાડુમાં છે અને તેનાથી 7 હજાર લોકોને રોજગારી મળી રહી છે.