કોવિડ-19થી મરણ પામેલા કેન્સર નિષ્ણાત કન્સલ્ટન્ટ હેમોટોલોજિસ્ટ તારિક શફીનું બુધવારે 6 તારીખે બે અઠવાડિયા વેન્ટિલેટર પર રહ્યા બાદ સારવાર દરમિયાન મરણ થયું હતું. કોરોનાવાયરસ હોવાનું નિદાન થયા પછી પણ તેમણે દર્દીઓને ટેલિફોન દ્વારા મદદ કરી હતી અને આખરે તેઓ આ રોગથી મૃત્યુ પામ્યા હતા.
કેન્ટના ડાર્ટફોર્ડમાં પેરેન્ટ વેલી હોસ્પિટલના કન્સલ્ટન્ટ હેમોટોલોજિસ્ટ 61 વર્ષિય તારિક શફીના પત્ની પત્ની વરદાએ જીઓ ન્યૂઝને કહ્યું હતુ કે “તારીકનું રમઝાન જેવા ધન્ય માસમાં ફરજ પર નિધન થયું હતું. કોરોનાનાં લક્ષણો વિકસાવ્યા પછી ઘરેથી તેમણે ટેલિફોન ક્લિનિક્સ કરવાનું ચાલુ રાખ્યું હતુ. તેમના પુત્રો, તૈમૂર અને ઉમર, ડૉક્ટર અને ડેન્ટીસ્ટ તરીકે કામ કરે છે અને તેમની પુત્રી મીરલ રેડિયોગ્રાફર છે. તેમના પરિવારે જણાવ્યુ હતુ કે “અમે તેમને કામ બંધ કરવાનું કહ્યું હતુ પરંતુ તેઓ કહેતા કે આટલી ટૂંકી સૂચના પર તેમના બીમાર દર્દીઓની સંભાળ રાખવા માટે બીજું કોઈ નથી.” ડૉ. શફી પાકિસ્તાનના લાહોરના રહેવાસી હતા.
ડાર્ટફર્ડ અને ગ્રેવશેમ એનએચએસ ટ્રસ્ટે જણાવ્યું હતું કે “તારિકે હિમેટોલોજીના અમારા લીડ કન્સલ્ટન્ટ તરીકે ટ્રસ્ટ સાથે કામ કર્યું હતું અને તેમના 13 વર્ષના કાર્યકઆળ દરમિયાન સમર્પિત ક્લિનિશિયન અને સપોર્ટ કામદારોની એક આશ્ચર્યજનક ટીમ બનાવી હતી.”