લોન્ડ્રી બેગમાં મોટા પ્રમાણમાં પેક કરાયેલા કેનાબીસ સાથે પકડાયેલા ડ્રગ ડીલર તારિક ખ્વાજાની
એમ-6 મોટર વેના જંકશન 14 પરથી બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી હતી. 47 વર્ષીય તારિક ખ્વાજાને માર્ચ 2018માં કોકેન અને ગાંજો સપ્લાય કરવાના આરોપસર નવ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.
અગાઉ સટન કોલ્ડફિલ્ડના પાર્કહીલ રોડ ખાતે રહેતા ખ્વાજા પાસેથી £31,955 વસુલ કરવા માટેના જપ્તીના ઑર્ડરને 16 જૂને વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે મંજૂરી આપી હતી. તે ત્રણ મહિનામાં સંપૂર્ણ રકમ નહિં ચૂકવે તો વધુ 12 મહિનાની જેલની સજા થશે. સ્ટેફોર્ડશાયર પોલીસ ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટે તપાસ કરી હતી.