Target killing again in Jammu Kashmir
(ANI Photo)

જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુઓના ટાર્ગેટ કિલિંગમાં વધારો થઈ રહ્યો છે. પહેલી જાન્યુઆરીએ રાજૌરી નજીક એક આતંકવાદી હુમલામાં ચાર નાગરિકોના મોત થયા હતા. સરહદ પરના આ ગામમાં આતંકીઓએ હિન્દુઓના ત્રણ ઘરો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટાર્ગેટ કિલિંગનો વિરોધ કરવા હિન્દુઓએ દેખાવો કર્યા હતા.

એડીજીપી મુકેશ સિંઘે જણાવ્યું હતું કે, “પોલીસે સેના અને સીઆરપીએફ સાથે મળીને આ બન્ને હુમલાખોરોને ઝડપી લેવા માટે સઘન સર્ચ કામગીરી શરૂ કરી દીધી છે.એક સ્થાનિકે જણાવ્યું હતું કે, ગોળીબારમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા.” એક હાયર સેકંડરી શાળા અને રામ મંદિર નજીક ગોળીબાર થયો હતો. ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, બે લોકો સાંજે સાત કલાકે બંદૂક સાથે કારમાં આવ્યા હતા. ત્રણેય ઘરો પર આડેધડ ગોળીબાર કરીને તેઓ કારમાં ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા.

LEAVE A REPLY