ટેમ્પા-સેન્ટ પીટર્સબર્ગ, ફ્લોરિડાએ મીટિંગ્સ અને ઇવેન્ટ્સમાં વાર્ષિક ધોરણે 20 ટકા વધારો નોંધાવવા સાથે ફેબ્રુઆરીમાં મીટિંગ્સ અને ઇવેન્ટ્સ યોજનારા ટોચના 25 બજારોમાં વૃદ્ધિની આગેવાની લીધી હોવાનું નોલેન્ડે જણાવ્યું છે. ડેનવર અને બોસ્ટન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવ્યા હતા, જ્યારે નેશનલ એસોસિએશન્સ અને ટેક્નોલોજી જૂથો ટોચના પાંચ બજારોમાંથી ચારમાં આગળ હતા.
એકંદરે, ઉદ્યોગ માટે વાર્ષિક ધોરણે ઇવેન્ટ વોલ્યુમ ગ્રોથ 5.3 ટકા સુધી પહોંચ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ટોચના 25 બજારોમાં મીટિંગ્સમાં સરેરાશ 3,507 ચોરસ ફૂટની જગ્યાનો ઉપયોગ થતો હતો, જ્યારે સેકન્ડરી માર્કેટ્સમાં 2,890 ચોરસ ફૂટનો ઉપયોગ થતો હતો. ટોચના 25 બજારોમાં સરેરાશ 124 હાજરી હતી, જ્યારે સેકન્ડરી માર્કેટ્સમાં સરેરાશ 118 હાજરી હતી.
સૌથી વધુ મીટિંગ વોલ્યુમ ધરાવતા ટોચના 25 બજારોમાં ઉદ્યોગના મુખ્ય પ્રેરકબળોની થોડીક આંતરિક વિગત
- ટેમ્પા પીટર્સબર્ગ (20 ટકા સુધી): નેશનલ એસોસિએશન, હેલ્થકેર, ચેરિટી/બિન-નફાકારક/સામાજિક સેવાઓ, ટેકનોલોજી અને લગ્ન જેવી ઇવેનટ્સ યોજી હતી.
- ડેન્વેર (16.7 ટકા સુધી) ટેકનોલોજી, રાષ્ટ્રીય સંગઠન, શિક્ષણ, આરોગ્યસંભાળ અને બાંધકામની ઇવેન્ટ્સનું આયોજન થયું હતું.
- બોસ્ટન (15 ટકા સુધી): શિક્ષણ, આરોગ્યસંભાળ, ટેકનોલોજી, તાલીમ/શિક્ષણ અને મુસાફરીની ઇવેન્ટ્સ યોજાઈ હતી.
- નેશવિલ (14.7 ટકા ઉપર): ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, નેશનલ એસોસિએશન, હેલ્થકેર અને કન્સલ્ટિંગ ઇવેન્ટ્સનું આયોજન થયું હતું.
- લાસ વેગાસ (11.5 ટકા ઉપર): રાષ્ટ્રીય સંગઠન, ટેક્નોલોજી, રમતગમત મનોરંજન, ચેરિટી/સ્વૈચ્છિક સંગઠન/સામાજિક સેવાઓ અને ઓટોમોટિવ ઇવેન્ટ્સ યોજાઈ હતી.