શ્રીલંકાના ગૃહયુદ્ધમાંથી ભાગીને બ્રિટનમાં પુનઃસ્થાપિત થયેલા તમિલોએ બુધવારે તા. 18ના રોજ યુદ્ધના અંતની 13મી વર્ષગાંઠ નિમિત્તે લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં શાંતિપૂર્ણ વિજીલ યોજી હતી.
તમિલો ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાની વર્તમાન આર્થિક કટોકટીને દાયકાઓથી ચાલતા તેમના સ્વાતંત્ર્ય સંઘર્ષ સાથે સરખાવે છે. દેશ બળતણ, ખોરાક, દવાની અછતનો સામનો કરી રહ્યું છે. આવી જ સમસ્યાઓનો સામનો શ્રીલંકાના તમિલ પ્રભુત્વવાળા ભાગોએ કરવો પડ્યો હતો. હજારો તમિલો આ સંઘર્ષથી ભાગી ગયા હતા અને મે 2009માં શ્રીલંકાની સરકારે તમિલ ટાઈગર બળવાખોરોને હરાવ્યા હતા.
માનવ અધિકાર જૂથો ત્યારથી શ્રીલંકન સેના પર નાગરિકોની હત્યા કરવાનો આરોપ મૂકે છે. તો યુએને બંને પક્ષો પર યુદ્ધ અપરાધોનો આરોપ મૂક્યો છે અને પુરાવા એકત્રિત કરવાનો આદેશ આપ્યો હતો.