Derby girl's search for real father
પ્રતિક તસવીર (Photo by Mark Makela/Getty Images)

ડર્બીના ચેડ્ડેસડેનની 21 વર્ષીય તમારા બ્લેક પોતાના જીવનનો એક અનોખો કોયડો ઉકેલવાની આશા સાથે પોતાના સાચુકલા પિતાની શોધ કરી રહી છે. તેને આશા છે કે લોકો તેના પિતાને શોધવામાં મદદ કરી શકે છે.

તમારા 12 વર્ષથી પોતાની માતાના જીવનસાથીને જ પોતાના જૈવિક પિતા માનતી હતી, પણ તે ભ્રમ તેની નાનીએ તેનો ડીએનએ ટેસ્ટ કરાવતા તૂટી પડ્યો હતો.

તમારા કહે છે કે “મારા પરિવારે મારા માટે બધું જ કર્યું છે. પરંતુ મારી ઓળખનો એક ભાગ ખૂટતો હતો. ડીએનએ ટેસ્ટથી મને ખરેખર આંચકો લાગ્યો હતો. ” તમારાએ તેની માતા કર્સ્ટન બ્લેકને ડીએનએ ટેસ્ટ વિષે કહેતા તેણે અન્ય એક માણસ ક્રિસનો ઉલ્લેખ કર્યો હતો. તે સિનફિનમાં આસડા સ્ટોરની નજીક રહેતો હતો અને તે 2000 અથવા 2001 દરમિયાન તમારાની માતા સાથે થોડા સમય માટે રહેવા ગયો હતો, તેમની સગાઈ પણ થઈ હતી પરંતુ તે સંબંધ ટક્યો નહતો.’’

તમારાએ વિવિધ લોકોને સંદેશા મોકલતા બે લોકોએ એક જ વ્યક્તિ વિશે વાત કરી હતી. તે બેમાંથી એકે કહ્યું છે કે તે કદાચ તમારાની ફોઇ હોઇ શકે છે પરંતુ તેમણે પોતાના ભાઇને લગભગ 20 વર્ષથી જોયો નથી. હવે તે ફોઇ સાથે તમારા પોતાના ડીએનએ મેચ કરાવી રહી છે. આશા છે કે તમારાને તેના પિતા વિષે જલ્દીથી ભાળ મળી જશે.

LEAVE A REPLY