(Photo by STRDEL/AFP via Getty Images)
ભારતીય ટેલીવિઝનમાં બિગબોસ શો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે.  બિગબોસનું ઘર એટલે હાઈ વોલ્ટેજ ડ્રામાનું એપીસેન્ટર. આ સીઝનમાં વિકી જૈન અને અંકિતા લોખંડેનો પતિ-પત્નીનું નાટક તથા મુનાવર અને પ્રિયંકા ચોપરાની લાડલી બહેન મન્નારાના ચેપ્ટરને કારણે સતત ડ્રામા છવાયેલો જ રહે છે. આ સ્થિતિમાં વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંત તેમના પતિ આદિલ દુર્રાની સાથે જોવા મળે તેવી ચર્ચા છે. જોકે, આ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રાખી સાવંત અગાઉ પણ બિગબોસમાં જોવા મળી હતી. બિગ બોસની સીઝન 1, 14 અને 15માં તે જોવા મળી હતી. જ્યારે રાખી ‘બિગ બોસ-14’માં આવી ત્યારે તેણે પોતાના લગ્નના રહસ્ય અંગે હતી. ‘બિગ બોસ 15’માં તે તેના પતિ રિતેશ સાથે શોમાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાખી સાવંત તેના અંગત લગ્ન જીવન માટે ઘણી ચર્ચામાં રહે છે. ‘બિગ બોસ 15’ પછી રાખી, રિતેશથી અલગ થઈ ગઈ અને તે આદિલ ખાન દુર્રાની સાથે રિલેશનશિપ જોડાઇ હતી. રાખીએ આદિલ સાથે છૂપા લગ્ન કર્યા હતા. જોકે, પછી રાખીએ આદિલ પર છેતરપિંડી અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ પછી આદિલ જેલમાં પણ જતો રહ્યો હતો. આમ આવા અનેક કિસ્સા પછી હવે બિગબોસમાં આવીને રાખી શું ભૂમિકા ભજવશે તે જોવું રહ્યું.

LEAVE A REPLY