અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બનાવવાની પ્રક્રિયાને સોમવારે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તાલિબાન નેતાઓએ આ સમારંભમાં છ દેશોને આમંત્રણ આપ્યું છે. આ દેશોમાં તુર્કી, ચીન, રશિયા, ઇરાન, પાકિસ્તાન અને કતારનો સમાવેશ થાય છે. જોકે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું હોવાના કોઇ અહેવાલ નથી.
તાલિબાનોએ એવા દેશોને જ આમંત્રણ મોકલ્યું છે કે જેમના સંબંધો અમેરિકા સાથે ખરાબ છે અને તેઓ તાલિબાનના મિત્ર ગણાય છે. આમંત્રણ મોકલવામાં આવ્યું છે તેવા દેશોમાં કતાર એકમાત્ર એવો દેશ છે કે જેને અમેરિકા સાથે થોડા સારા સંબંધો છે. અમેરિકાએ ઇરાન સામે પ્રતિબંધો મૂકેલા છે. ચીન અને રશિયા અમેરિકા સાથે કોલ્ડવોર કરી રહ્યાં છે.