અમેરિકન સૈનિકોની વિદાય બાદ અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાનો પોતાનુ પ્રભુત્વ જમાવી રહ્યા છે ત્યારે ભારતે કંદહાર સ્થિત પોતાના 50 ડિપ્લોમે્ટસને અને સુરક્ષા કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. ભારતે કામચલાઉ ધોરણે તેની કોન્સ્યુલેટ ઓફિસ બંધ કરી દીધી છે. હવાઇદળના એક ખાસ વિમાન મારફતે તેમને પરત લાવવામાં આવ્યા હતા.
શનિવારે આ વિમાન નવી દિલ્હી માટે રવાના થયું હતું. જોકે સ્થાનિક કર્મચારીઓ હજી ભારતીય કચેરીમાં છે પણ વાણિજ્ય દુતાવાસ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાયુ છે .ઉલ્લેખનીય છે કે, કંદહારમાંથી ભારતીય ડિપ્લોમે્ટસને પાછા બોલાવવાનો નિર્ણય વિદેશ મંત્રાલયના નિવેદન બાદ આવ્યો હતા. જેમાં મંત્રાલયે કહ્યુ હતુ કે કંદહારમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાને બંધ કરવામાં આવ્યું નથી, પરંતુ શહેર નજીક તીવ્ર લડાઇને કારણે ભારતના અધિકારીઓને ભારતમાં પરત લાવવામાં આવ્યા છે. સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધીની આ કામચલાઉ વ્યવસ્થા છે. શુક્રવારે તાબિલાની નેતાએ દાવો કર્યો હતો કે તેમણે દેશનો 85 ટકા વિસ્તાર કબજે કરી લીધો છે.