બોલીવૂડની પીઢ અભિનેત્રી ઘણા સમયથી ફિલ્મમાં ઓછી જોવા મળે છે. તાજેતરમાં તેણે એક ફિલ્મ સ્વીકારી છે. ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ એક નવી ફિલ્મ ખૂફિયાનું નિર્માણ કરવાનું આયોજન કરી રહ્યા છે. જેમાં નસીરુદ્દીન શાહ, કોંકણા સેન, અર્જુન કપૂર અને રાધિકા મદાનને સાઇન કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ એક્શન ડ્રામા ફિલ્મ માટે તબુને પણ સાઇન કરી છે. તેણે અગાઉ તબુની સાથે ‘મકબૂલ’ અને ‘હૈદર’માં કામ કર્યું હતું. તબુએ આ નવી ફિલ્મની સ્ટોરી સાંભળીને તરત જ તેણે તેને સ્વીકારી હતી.
આ ફિલ્મ અમર ભૂષણ દ્વારા લિખિત બુક ‘એસ્કેપ ટુ નો વેર’ પર આધારિત છે. જેમાં ઇન્ડિયાની એક્સટર્નલ ઇન્ટેલિજન્સ એજન્સી રૉ-રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ અને જોઇન્ટ સેક્રેટરી 24 કલાક દેખરેખ હોવા છતાં કેવી રીતે ગાયબ થઈ જાય છે તેની કહાની છે. ઉલ્લેખનીય છે કે, વિશાલ ભારદ્વાજનો પુત્ર આસમાન ભારદ્વાજ થ્રીલર ફિલ્મ ‘કુત્તે’થી ડાયરેક્ટર બનવા જઈ રહ્યો છે.