આવક વેરા વિભાગે બુધવારે અભિનેત્રી તાપસી પન્નૂ, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, નિર્માતા મધુ મન્ટેના અને ડિરેક્ટર વિકાસ બહલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે કથિત કરચોરી બદલ મુંબઈ અને પૂણેમાં કુલ 30 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ આઇટી રેડ બાદ અનુરાગ કશ્યમ અને તાપસી પન્નુની આવકવેરા અધિકારીઓએ પૂછપરછ પણ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આવક વેરા વિભાગ ફેન્ટમ ફિલ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહ્યું છે. ફેન્ટમ ફિલ્મ્સ પર કરચોરીનો આરોપ છે. ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર યોન શોષણના આરોપો બાદ આ કંપની સમેટી લેવામાં આવી હતી અને ચારેય પાર્ટનર અલગ થઈ ગયા હતા. ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત આ કંપની ડિસ્ટ્રિબ્યુશનનું કામ પણ કરતી હતી. ઈન્કમ ટેક્સ ડિપાર્ડમેન્ટના રડાર પર હાલમાં 4 કંપનીઓ છે.
ઉલ્લેખનીય છે કે, અનુરાગ કશ્યપ કેન્દ્ર સરકારની નીતિઓના ભારે મોટા ટીકાકાર છે. જ્યારે તાપસી પન્નુએ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપ્યું હતું.