(ANI Photo)

ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે ગયા સપ્તાહે આગામી ટી-20 વર્લ્ડ કપ 2024ના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ સ્પર્ધામાં કુલ 20 ટીમ ભાગ લેશે અને તેને ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. દરેક ગ્રુપમાં બે મુખ્ય ટીમ તથા બીજી ત્રણ ટીમનો સમાવેશ છે અને ભારત તથા પાકિસ્તાન ગ્રુપ એની મુખ્ય ટીમ છે. ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા મુખ્ય ટીમો છે, તો ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ સીની તથા દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ગ્રુપ ડીની મુખ્ય ટીમ છે. 

ટી-20 વર્લ્ડકપમાં કુલ 55 મેચો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના કુલ 9 સ્ટેડિયમમાં રમાશે. પહેલી જૂને પ્રથમ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે, તો 26 અને 27 જૂને સેમિફાઈનલ રમાશે. 29 જૂને બારબાડોસમાં ફાઈનલ રમાશે. સેમિફાઈનલ અને ફાઈનલ માટે રીઝર્વ ડેની જોગવાઈ છે.

ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત આયર્લેન્ડઅમેરિકા અને કેનેડા છે. ભારતની પ્રથમ ત્રણ મેચ અમેરિકાના ન્યૂયોર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામેબીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને છેલ્લી ગ્રુપ મેચ 15 જૂને કેનેડા સામે રમાશે.

વર્લ્ડ કપના ચાર ગ્રુપ આ મુજબ છેઃ  

ગ્રુપ A – ભારતપાકિસ્તાનઆયર્લેન્ડ, અમેરિકા અને કેનેડા. 

ગ્રુપ B – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડઓમાન અને નામિબિઆ.  

ગ્રુપ C – ન્યૂઝીલેન્ડવેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાનયુગાન્ડા અને પાપુઆન્યુગીની,  

ગ્રુપ D – દક્ષિણ આફ્રિકાશ્રીલંકાબાંગ્લાદેશ, નેપાળ અને નેધરલેન્ડ.  

LEAVE A REPLY