ઝિમ્બાબ્વેએ ગયા સપ્તાહે શુક્રવારે (15 જુલાઈ) બુલાવાયોમાં રમાયેલી આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપ ક્વૉલિફાયરની સેમિ ફાઇનલમાં 5 વિકેટે 199 રન કર્યા પછી પાપુઆ ન્યૂ ગિનીની ટીમને 8 વિકેટ પર 172 રન સુધી નિયંત્રિત રાખતા ઝિમ્બાબ્વેનો વિજય થયો હતો અને તે સાથે ઝિમ્બાબ્વે વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
નેધરલેન્ડ્સ પણ ક્વૉલિફાઈ ચૂકી છે. નેધરલેન્ડ્સે અમેરિકાને સેમિફાઇનલમાં સાત વિકેટે હરાવ્યું હતું.આ બન્ને ટીમો ક્વૉલિફાઈ થયા સાથે વર્લ્ડ કપની મુખ્ય લેગની 16 ટીમો પુરી થઇ ગઇ છે.આમાં યજમાન હોવાના કારણે ઓસ્ટ્રેલિયાને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે, તો બાકીની 11 ટીમોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, નામીબિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સ્કૉટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. તે ઉપરાંત આયર્લેન્ડ, યુએઈ, નેધરલેન્ડ્સ અને ઝિમ્બાબ્વે ક્વોલિફાઈ થઈ છે.