ભારતમાં આગામી ઓકટોબરમાં આઈપીએલ રમાડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ વર્ષના અંતે રમાનારા ટી20 વર્લ્ડકપને હવે 2022 સુધી મુલત્વી રખાયો છે અને આઈસીસીએ હવે ઓકટોબરમાં આઈપીએલ રમાડવા માટે ખાસ ‘સમય’ ફાળવી દીધો છે. ટી20 વર્લ્ડકપ 18 ઓકટોથી 15 નવે. સુધી યોજાવાની હતી પણ હવે તે બે વર્ષ પાછી ઠેલી દેવાઈ છે અને આ એક માસ અને તેના થોડા આજુબાજુના દિવસોમાં આઈપીએલ રમાડવા તૈયારી છે.
આ અંગે હવે ટુંક સમયમાં ક્રિકેટ બોર્ડ નિર્ણય લેશે. જો કે કોરોના સોશ્યલ ડિસ્ટન્સની સ્થિતિ જોતા પ્રેક્ષકોને સ્ટેડીયમમાં લાવવાથી લઈને અનેક પ્રશ્નો છે પણ બોર્ડ તથા ફ્રેન્ચાઈઝી તે ઉકેલી લેવાશે તેવી આશા ધરાવે છે. આ અંગે આવતીકાલે સતાવાર જાહેરાત થશે.
આઈસીસી બોર્ડના એક સભ્યએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ટી -20 વર્લ્ડ કપ મુલતવી રાખવાનો નિર્ણય ગુરુવારે બોર્ડ બેઠકમાં લઈ શકાય છે. તેની પૂરી સંભાવના છે. જોકે તેની જાહેરાત કરવામાં આવશે કે નહીં તે કહી શકાય નહીં. મહામારી જેવી પરિસ્થિતિમાં ટૂર્નામેન્ટ થવાની સંભાવના બહુ ઓછી છે. મને નથી લાગતું કે આઇસીસી અથવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટ કરાવવા માંગશે. ”
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના હેડ કેવિન રોબર્ટ્સે કહ્યું હતું કે કોરોના વચ્ચે 15 ટીમોને ઓસ્ટ્રેલિયામાં લાવવી અને ટૂર્નામેન્ટ યોજવી અત્યંત મુશ્કેલ રહેશે. તેમણે કહ્યું, “અત્યારે તેના વિશે કંઇ સ્પષ્ટ કહી શકાય નહીં.” પરંતુ વસ્તુઓ ધીમે ધીમે સુધરી રહી છે. તમને ખબર નથી કે ભવિષ્યમાં શું શક્ય છે અને શું નથી. આઇસીસીએ ટૂર્નામેન્ટ અંગે સંપૂર્ણ નિર્ણય લેવાનો છે. ”