ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે કાળા નાણાની માહિતીનાં આદાન પ્રદાનની નવી વ્યવસ્થા હેઠળ ભારતને પોતાના નાગરિકોનાં સ્વિસ બેંક ખાતાની બીજી યાદી સ્વિત્ઝર્લેન્ડ સરકાર પાસેથી શુક્રવારે મળી છે. વિદેશની બેન્કોમાં જમા કરવામાં આવેલા કથિત નાણા નાણા સામેની સરકારની લડાઈને આનાથી વેગ મળી શકે છે અને સ્વીસ બેન્કમાં ખાતા ધરાવતા લોકોનો પર્દાફાશ થઈ શકે છે.
સ્વિત્ઝર્લેન્ડની ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (એફટીએ)એ આ વર્ષના AEOIના વૈશ્વિક ધોરણોના મળખામાં કુલ 86 દેશોને ફાઇનાન્શિયલ એકાઉન્ટની માહિતી આપી છે. ભારતને AEOI હેઠળ સપ્ટેમ્બર 2019માં સ્વિઝરર્લેન્ડથી પાસેથી માહિતીની પ્રથમ યાદી મળી હતી.
FTAએ એક નિવેદનમાં કહ્યું આ વર્ષે માહિતીનાં આદાન-પ્રદાનમાં લગભગ 31 લાખ બેંક ખાતાનો સમાવેશ થાય છે. 2019માં આવા એકાઉન્ટની સંખ્યા સમાન હતી. નિવેદનમાં સ્પષ્ટ રીતે 86 દેશોનાં વચ્ચે ભારતનું નામ ન હતું, અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ભારત તે અગ્રણી દેશોમાં સામેલ છે, જેની સાથે સ્વિસ બેંકોનાં ગ્રાહકો અને વિવિધ નાણા ખાતા અંગે માહિતી મળી છે.
સ્વીચ સત્તાવાળાએ છેલ્લાં એક વર્ષમાં ભારતના 100 નાગરિકો અને એકમોના ખાતાની માહિતી આપી છે. આ માહિતી મોટા ભાગે જુના એકાઉન્ટની છે અને 2008 પહેલા આ એકાઉન્ટ બંધ થયા હોય તેવી શક્યતા છે. જોકે સત્તાવાળાએ ભારતના નાગરિકોના એકાઉન્ટની સંખ્યા અથવા સંપત્તિ અંગે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.