વિલૂપ્ત હોમિનિન્સ અને માનવ ઉત્કાંતિના જિનોમ સંબંધિત સંશોધન બદલ સ્વીડનના જિનેટિસિસ્ટ સ્વાંતે પાબોને મેડિસિન અથવા ફિઝિયોલોજીનો 2022નો નોબેલ પુરસ્કાર આપવાની સોમવારે નોબેલ કમિટીએ જાહેરાત કરી હતી. શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત શુક્રવારે થશે, જ્યારે ઇકોનોમિક્સ માટેના નોબેલ ઇનામની જાહેરાત 10 ઓક્ટોબરે થશે.
માનવ ઉત્ક્રાંતિમાં નાશ પામેલા હોમીનીન્સની જીનોમ સિક્વન્સ ઉભી કરવા માટે તેના ડીએનએમાં સંશોધન માટે પાબોને આ પ્રાઈસ આપવાની જાહેરાત થઈ હતી. માનવ મૂળભૂત રીતે કયાથી આવે છે તે અંગે છેલ્લી બે સદીઓની સંશોધન ચાલી રહ્યા છે. આધુનિક માનવ કે જે હોમો સેપીયન્સ તરીકે ઓળખાય છે તે અગાઉની પ્રજાતિ હોમિનિન્સ કરતા કેટલા અલગ છે તે અંગે પણ ચર્ચા અને સંશોધન ચાલી રહ્યા છે.
આશરે ૭૦,૦૦૦ વર્ષ પહેલા હોમીનીન્સ વર્તમાન હોમો સેપીયન્સ તરીકે આવ્યા એ અંગેની સંપૂર્ણ જીનોમ સિક્વન્સ ઉભી કરી સ્વાંતો પાબોએ મહત્ત્વનું સંશોધન કર્યું છે. આ સંશોધન મારફત કોઈ જીવાણુ કે ઇન્ફેકશન થાય તો આધુનિક માનવી તેની સામે શરીર રચનાના આધારે કેવી રીતે બચી શકે તે અંગે વધારે જાણકારી હવે ઉપલબ્ધ બની છે.
ઉલ્લેખનીય જેનેટિક સાયન્સમાં પોતાના સંશોધન દ્વારા માનવના ઉદ્દભવ અને ઉત્ક્રાંતિ અંગે સંશોધન કરનાર પાબોના પિતાને પણ ૧૯૮૨માં સંયુક્ત રીતે મેડિસીન અને સાયકોલોજીમાં નોબેલ પ્રાઈસ મળ્યું હતું. .