
બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય સ્વાતિ ઢીંગરાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ પરિવારો ઉચ્ચ ઉધાર ખર્ચની “કિંમત ચૂકવી રહ્યા છે” જે જીવનધોરણ અને વ્યાપક અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. વ્યાપક આર્થિક પૃષ્ઠભૂમિ નબળી છે ત્યારે વ્યાજ દરો હજુ પણ ખૂબ ઊંચા છે અને તે રોકાણને અટકાવે છે. જ્યાં સુધી વ્યાજ દર તેના વર્તમાન 4.75 ટકાના સ્તરથી વધુ નીચે નહિં આવે ત્યાં સુધી અર્થતંત્રમાં વિસ્તરણ થવાની શક્યતા નથી.’’
રશેલ રીવ્સના કર-વધારાના બજેટનો ઉલ્લેખ કર્યા વગર શ્રીમતી ઢીંગરાએ ચેતવણી આપી હતી કે “વ્યાપક મેક્રો આઉટલુક બિઝનેસ રોકાણ ઘટ્યું છે. અમને અમુક અંશે વ્યજ દર ઘટાડવાનું શરૂ કરવાની જરૂર છે, જેથી આપણે અર્થવ્યવસ્થામાં પાછા સામાન્ય થવાનું શરૂ કરી શકીએ.”
