શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લાં દિવસ સુધી કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી માટે સસ્પેન્સ જળવાઈ રહ્યું હતું. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત કોંગ્રેસના અધ્યપદની રેસમાં બહાર થઈ ગયા છે અને તેમના મુખ્યપ્રધાન પદ સામે પણ જોખમ ઊભું થયું હતું. બીજી તરફ અધ્યક્ષ પદની રસમાં દિગ્વિજય સિંહની એન્ટ્રી થઈ છે. પાર્ટીએ જણાવ્યું હતું કે તે રાજસ્થાનના મુખ્યપ્રધાનનો નિર્ણય એક કે બે દિવસમાં કરશે
વરિષ્ઠ નેતા દિગ્વિજયે જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે ઉમેદવારી પત્ર ભરશે. દિગ્વિજયને સોનિયા ગાંધીનું સમર્થન છે કે નહીં તે પણ એક સસ્પેન્સ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક દલિત ઉમેદવાર પાર્ટીના સર્વોચ્ચ પદ માટે ડાર્ક હોર્સ બનશે. મલ્લિકાર્જૂન ખડકે આ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને તેઓ શુક્રવારે સવારે સોનિયાને મળશે. મુકલ વાસનિક અને કુમારી સેલજા નામો અંગે અટકળો વહેતી થઈ છે.
સાંસદ શશી શરૂર પણ છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરવાના છે. તેમણે દિગ્વિજય સિંહને મળ્યા હતા અને બંને નેતાઓ જણાવ્યું હતું કે બંને હરીફ તરીકે નહીં, પરંતુ મિત્રો તરીકે લડશે અને આખરે કોંગ્રેસનો વિજય થશે.
ગેહલોતે રાજસ્થાનમાં ધારાસભ્યોના બળવાની નૈતિક જવાબદારી સ્વીકારી હતી. ગેહલોત અને સોનિયાની મુલાકાતના થોડા કલાકમાં હટ્ટર હરીફ સચિન પાયલોટ કોંગ્રેસ પ્રમુખને મળ્યા હતા.
પાર્ટીએ તેની આંતરિક બાબતોમાં જાહેર નિવેદન કરતાં નેતાઓને કડક શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી આપી હતી.સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ ગેહલોતે જણાવ્યું હતું કે તેમણે રાજસ્થાનની ગતિવિધિઓ માટે કોંગ્રેસ પ્રમુખની માફી માગી હતી. રાજયમાં રાજકીય કટોકટી માટેની નૈતિક જવાબદારી લીધા પછી તેમણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
AICCના મહામંત્રી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રેસિડન્ટ એક કે બે દિવસમાં રાજસ્થાનના સીએમ કોણ હશે તેનો નિર્ણય કરશે. અધ્યક્ષપદની ચૂંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે શુક્રવાર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ બનશે. તેમણે રાજસ્થાનના નિવેદનોને જાહેર નિવેદન કરવા સામે પણ ચેતવણી આપી હતી. આ સિવાય વિવિધ નેતાઓ વચ્ચેની બેઠકોનો દોર પણ ચાલુ રહ્યો હતો.