આરએમએફ (રામ માધવાની ફિલ્મ્સ) સાથે હોટસ્ટાર સ્પેશિયલ પર ‘આર્યા’ રિલીઝ થઇ ચૂકી છે. હોટસ્ટાર સ્પેશિયલ વૅબ સિરીઝ ‘આર્યા’એ દર્શકોના હૃદયમાં અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વૅબ સિરીઝ સાથે સુસ્મિતા સેને ડિજિટલ ડેબ્યુ કર્યું છે.છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગથી દૂર રહેલી સુસ્મિતા સેને આ વૅબ સિરીઝ સાથે કમબેક કર્યું છે. આર્યા એક ક્રાઇમ ડ્રામા છે, જેને કુલ નવ એપિસોડ સાથે દેખાડવાનો પ્રયાસ કરાયો છે.
દરેક એપિસોડ સુમારે ૫૦ મિનિટનો છે. શું તમને ખબર છે કે ‘આર્યા’ના પરફેક્ટ લૂક માટે સુસ્મિતાને ૩૦થી વધુ નવા લૂક ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું અને આ માટે તેણે પોતાની સ્ટાઇલિસ્ટ સાથે ખૂબ નજીકથી કામ કર્યું.
‘આર્યા’માં પોતાના લૂક વિશે સુસ્મિતા જણાવે છે, ‘મને આર્યા માટે ૩૦થી વધુ લૂક ટેસ્ટ આપવી પડી.
સિરીઝમાં અમારી સ્ટાઇલિસ્ટ, જેણે બધા માટે લૂક તૈયાર કર્યા, આર્યા માટે વિશેષ લૂક ચાહતી હતી અને તમે સિરીઝમાં જે લૂક જોશો. તેને ફાઇનલ કરવા માટે મારે ૩૦ લૂક ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું. હું આર્યા માટે અનેક લૂક ટેસ્ટ આપવા તૈયાર હતી અને અંતે રામ માધવાનીને મારામાં આર્યા મળી ગઇ.’આ સિરીઝમાં સુસ્મિતા સેન, ચંદ્રચૂડ સિંહની સાથે નમિત દાસ, સિકંદર ખેર, જયંત કૃપલાની, સોહેલા કપૂર જેવા કલાકાર પણ છે.