બોલિવૂડમાં ફીટનેસ માટે જાણીતી 47 વર્ષીય સુષ્મિતા સેન ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂઝ શેરને તેના ચાહકોને આંચકો આપ્યો હતો. તેને માહિતી આપી હતી કે તેને બે દિવસ પહેલા હાર્ટએટેક આવ્યો હતો અને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. જોકે હવે તેની તબિયત ફાઇન છે.
પિતા સુબીર સેન સાથેની તસવીર પોસ્ટ કરતાં તેણે લખ્યું હતું કે મને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો…એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી…સ્ટેન્ટ પણ મુકવામાં આવ્યું હતું. સૌથી અગત્યની બાબત એ છે કે મારા ડૉક્ટરે પુષ્ટિ કરી છે કે ‘મારું હૃદય વિશાળ છે. સમયસર મદદ કરવા બદલ સૌનો આભાર…. સારા સમાચાર એ છે કે બધુ બરાબર છે અને હું ફરીથી જીવન જીવવા માટે તૈયાર છું. હું તમને લોકો ખૂબ જ પ્રેમ કરું છું. સુષ્મિતાએ વધુમાં જણાવ્યું હતું કે હું એ તમામ લોકોનો આભાર માનવા માંગુ છું, જેમની મદદથી મને સમયસર સારવાર મળી શકી.
સુસ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. તેને 1996માં ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેને ‘બીવી નંબર 1’, ‘ડૂ નોટ ડિસ્ટર્બ’, ‘મૈં હૂં ના’, ‘મૈંને પ્યાર ક્યોં કિયા’ તથા ‘તુમકો ના ભૂલ પાએંગે’ તથા ‘નો પ્રોબ્લમ’ જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સુસ્મિતા છેલ્લે વેબસિરીઝ ‘આર્યા 2’માં જોવા મળી હતી. હવે તે ‘આર્યા 3’માં જોવા મળશે.
સુસ્મિતા સેનના સંબંધો લલિત મોદી સાથે હોવાની ચર્ચા હતી. લલિત મોદી પહેલાં સુસ્મિતાનું નામ રોહમન શૉલ, વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, સબીર ભાટિયા, રણદીપ હુડ્ડા, ઈમ્તિયાઝ ખત્રી, માનવ મેનન, બંટી સચદેવ, મુદસ્સર અઝીઝ, વસીમ અકરમ સાથે પણ હોવાની ચર્ચા છે.