હોરાઇઝન IT સ્કેન્ડલમાં ન્યાય માટે 20 વર્ષની લડાઈ પછી મર્સીસાઇડના લિધરલેન્ડમાં ડેલ એકર પોસ્ટ ઓફિસ ચલાવતા ભૂતપૂર્વ સબ-પોસ્ટમિસ્ટ્રેસ સુષ્મા બ્લેગન પરનો ખોટો આરોપ રદ કરાયો છે. બુધવારે છ લોકોના આરોપો ખારીજ કરાયા હતા.
તેમને 2004માં £8,000ની અસ્પષ્ટ ઉણપ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 240 કલાકની કોમ્યુનિટી સર્વિસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
સુનાવણી પછી સુષ્માએ કહ્યું હતું કે “અમે તેના માટે વીસ વર્ષ રાહ જોઈ. હવે તેઓ જાણે છે કે તેઓ ખોટા હતા, અમે નહીં.’’
હોરાઇઝન કૌભાંડમાં ચાલી રહેલી જાહેર તપાસમાં પોસ્ટ ઓફિસના ભૂતપૂર્વ બોસ પૌલા વેનેલ્સ રડી પડ્યા હતા અને કબૂલ્યું હતું કે 2012 માં IT સિસ્ટમમાં સમસ્યાઓ જોઈ રહેલા સાંસદોને આપેલા પુરાવા સાચા ન હતા.
તેણીના પતિ નરિન્દર બ્લાગને કહ્યું: “સુષ્મા સામે ખોટી રીતે કેસ ચલાવાયાના બે દાયકા પછી કોર્ટમાં હાજર થયા છે. સુષ્માની સાથે જે બન્યું તેનાથી તે બરબાદ થઈ ગઈ હતી. જ્યારે તેણીને પ્રથમ સસ્પેન્ડ કરવામાં આવી હતી ત્યારે તેણીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, અને પછી તેણીને દોષી ઠેરવવામાં આવ્યા પછી તેણીએ ફરીથી તેમ કર્યું હતું. આ કેસે અમારા જીવનનો નાશ કર્યો હતો.
બ્લેગન દંપત્તી પોસ્ટ ઓફિસ તરફથી વળતર માટે બિડ કરે તેવી અપેક્ષા છે.