અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના શરીરમાંથી ઝેર હોવાના કોઇ સંકેત મળ્યા નથી એવો રિપોર્ટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)ના ડોક્ટર્સે આપ્યો હોવાના અહેવાલ છે. આ કેસમાં AIIMSના પાંચ ડૉક્ટર્સની ટીમે CBIને વિસેરા રિપોર્ટ આપ્યો હોવાના અહેવાલ છે.
એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ આ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે AIIMSના ડૉક્ટર્સને સુશાંતના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક ઝેર મળ્યું નથી. જોકે CBIએ હજી સુધી સુશાંતની ઓટોપ્સી કરનાર કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સને ક્લીન ચિટ આપી નથી. કૂપર હોસ્પિટલના રિપોર્ટને વિગતવાર જોવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું છે. કૂપર AIIMSના રિપોર્ટમાં એ વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે કૂપર હોસ્પિટલે સુશાંત કેસમાં લાપરવાહી દાખવી હતી. ઉલ્લેખનીય છે કુપર હોસ્પિટલે કરેલી ઓટોપ્સી પર અનેક સવાલો કરવામાં આવ્યા હતા.સુશાંતના ગળા પરના નિશાન અંગે રિપોર્ટમાં કંઈ જ કહેવામાં આવ્યું નથી. સુશાંતના મોતનો સમય પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો નહોતો.