વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત અગાઉ, ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખુશ ખબર આવી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2023ના એવોર્ડથી સન્માન કર્યું હતું. સૂર્યકુમાર યાદવે સતત બીજા વર્ષે આ એવોર્ડ મેળવ્યો છે. આ સન્માન મેળવનાર તેઓ એકમાત્ર ખેલાડી બન્યો છે. સૂર્યકુમાર યાદવે વર્ષ 2023માં 17 ઈનિંગમાં 733 રન બનાવ્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર કેપ આપવામાં આવી હતી. કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજને ICC ODI ટીમ ઓફ ધ યર કેપ અને ડાબોડી સ્પિનર ​​અર્શદીપ સિંહને ICC T20I ટીમ ઓફ ધ યર કેપ મળી.

LEAVE A REPLY